Chandrayaan-3 મિશનમાં TATA કંપનીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જાણો કેવી રીતે ઇસરોની કરી મદદ?
આ મિશનને સફળ બનાવવામાં માત્ર ઈસરો જ નહીં પરંતુ દેશની ખાનગી કંપનીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે
ભારતનું ચંદ્રયાન-3 મિશન પૃથ્વીથી ચંદ્ર સુધીના લાંબા પ્રવાસ પર નીકળી ગયું છે. તેના સફળ પ્રક્ષેપણની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ મિશનને સફળ બનાવવામાં માત્ર ઈસરો જ નહીં પરંતુ દેશની ખાનગી કંપનીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમાંથી દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ પૈકી એક ટાટા સ્ટીલ પણ ટાટા ગ્રુપની કંપનીઓમાંની એક છે. ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જનારા રોકેટને લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન ટાટાની ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.
Congratulations @isro on the successful launch of Chandrayaan-3! It's a matter of pride for us that the crane supplied by Tata Growth Shop played a crucial role in assembling the launch vehicle LVM3 M4 (Fatboy) at the Satish Dhawan Space Center.#TataSteel #ISRO #Chandrayaan3 pic.twitter.com/pSkxeZhBFr
— Tata Steel (@TataSteelLtd) July 19, 2023
ટાટાએ લોન્ચમાં ઉપયોગમાં લેવાતી ક્રેન બનાવી હતી
ટાટા સ્ટીલ તરફથી ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ પર ઈસરોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે અમારા માટે ગર્વની વાત છે કે ટાટા સ્ટીલ દ્વારા બનાવવામાં આવેલી ક્રેને આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્હીકલ LVM3 M4 (Fat Boy) ને એસેમ્બલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કંપની દ્વારા બુધવારે જાહેર કરાયેલા નિવેદનમાં આ સહયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ક્રેન ટાટા સ્ટીલ દ્વારા જમશેદપુરમાં ટાટા ગ્રોથ શોપમાં બનાવવામાં આવી હતી.
ચંદ્રયાન-3 14 જૂલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું
14 જુલાઈ, 2023 ના રોજ ઇસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું. જ્યાં રાંચીના હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન દ્વારા ચંદ્રયાનના અન્ય મહત્વપૂર્ણ પાર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ગોદરેજ ગ્રુપની કંપની ગોદરેજ એરોસ્પેસે પણ આમાં ઘણું યોગદાન આપ્યું છે. અત્યારે ટાટા સ્ટીલ વિશે વાત કરીએ જમશેદપુર ફેક્ટરીમાં બનેલી અત્યાધુનિક ક્રેન જેણે આ મિશનને સફળ બનાવવામાં ફાળો આપ્યો હતો તે ઇલેક્ટ્રિક ઓવરહેડ ટ્રાવેલિંગ (EOT) ક્રેન હતી. તૈયારી કર્યા પછી તેને લોન્ચ કરતા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ટાટા સ્ટીલની શરૂઆત ક્યારે થઈ?
ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલે તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે ચંદ્રયાન-3 લોન્ચિંગમાં તેના યોગદાન દ્વારા અમે ભારતની ટેક્નોલોજી એડવાન્સમેન્ટ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટી કરીએ છીએ. જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટ આઝાદી પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ તે TISCO તરીકે ઓળખાતો હતો. તેની સ્થાપના 1907 માં ભારતની પ્રથમ લોખંડ અને સ્ટીલ ફેક્ટરી તરીકે કરવામાં આવી હતી. આ પછી લોકો જમશેદપુરને ટાટા નગર કહેતા હતા. જોકે, આ ફેક્ટરીમાં સ્ટીલ-લોખંડનું ઉત્પાદન વર્ષ 1912માં શરૂ થયું હતું.
ગોદરેજ એન્જિન અને થ્રસ્ટર સપ્લાય કરે છે
ઈસરોના ચંદ્રયાન-3 મિશનમાં ટાટાની સાથે સાથે દેશની અન્ય મોટી ખાનગી કંપનીઓએ પણ ભૂમિકા ભજવી છે. મુંબઈ સ્થિત પ્રાઈવેટ એરોસ્પેસ કંપની ગોદરેજ એરોસ્પેસે આ માટે મહત્વના પાર્ટ્સ પૂરા પાડ્યા હતા. કંપનીએ ચંદ્રયાનના ઘણા મહત્વપૂર્ણ પાર્ટ્સ તૈયાર કર્યા છે. વાહનનું રોકેટ એન્જિન અને થ્રસ્ટર ગોદરેજ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું હતું.