શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના આ 8 રાજ્યોમાં કયું વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે? એલર્ટને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો
બંગાળની ખાડીમાંથી તોફાની પવન આઠ રાજ્યોમાં આજથી ચાર દિવસ સુધી એમ્ફાન વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. પશ્વિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી છે
બંગાળની ખાડીમાંથી તોફાની પવન આઠ રાજ્યોમાં આજથી ચાર દિવસ સુધી એમ્ફાન વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. પશ્વિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી છે. 16 મે એટલે આજે સાંજથી ત્રણ-ચાર દિવસ ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ વર્તાશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાંથી આઠ રાજ્યોમાં એમ્ફાન નામનું વાવાઝોડું ત્રાટકશે. પશ્વિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકોબારમાં સૌથી વધારે અસર થશે. તીવ્ર પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ થાય તેવી સંભાવના છે. જેન કારણે દેશના આઠ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં પશ્વિમ બંગાળ, ઓડિશા ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ આવતા હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે.
આ રાજ્યોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જ્યારે કેરળના ત્રણ જિલ્લામાં યેલ્લો એલર્ટ જારી કરાયો છે. માછીમારોને સતર્ક રહેવાની સૂચના પણ આપી દેવામા આવી છે. દરિયા કાંઠે રહેતાં લોકોને પણ સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion