શોધખોળ કરો

Cyclone Biparjoy : દરિયાકાંઠા બાદ મેદાની વિસ્તારોમાં કેવું તાંડવ મચાવશે બિપરજોય?

આ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ જોવા મળશે. IMD અનુસાર, બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં જોવા મળશે.

Cyclone Biparjoy Effect : ભયાનક બનેલુ બિપરજોય ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈ ગયું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે તે ગુજરાતના કચ્છના જખાઉ બંદર પર લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. હવે તે જખાઉ બંદરથી થોડે જ દૂર છે. તેના લેન્ડફોલ પછી ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. આજે રાત્રે તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થયા બાદ નબળું પડશે.

આ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ જોવા મળશે. IMD અનુસાર, બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં જોવા મળશે. આવો અમે તમને જણાવીએ કે ગરમી અને ગરમીના મોજાનો સામનો કરી રહેલા મેદાની વિસ્તારોમાં બિપરજોયની શું અસર થશે.

બિપરજોયથી કયા રાજ્યો પ્રભાવિત?

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ જેવા રાજ્યોમાં પણ બિપરજોયની અસર જોવા મળશે.તોફાનને કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પૂર્વમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ બિપરજોય વાવાઝોડાને કારણે વરસાદ થઈ રહ્યો છે. બિપરજોયની અસર ચોમાસા પર પડી હતી. IMD અનુસાર, 18 થી 21 જૂન દરમિયાન ભારતના દક્ષિણ દ્વીપકલ્પના ભાગો અને પૂર્વ ભારતમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેવાની શક્યતા છે.

મેદાની વિસ્તારોમાં વરસાદમાંથી મળશે રાહત? 

રાજસ્થાનના બાડમેર અને જાલોરમાં પણ બિપરજોયની અસર જોવા મળી રહી છે. અહીં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં 16 અને 17 જૂને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં બિપરજોયની સૌથી વધુ અસર જાલોર, બાડમેર, પાલી, જોધપુર અને નાગૌર જિલ્લામાં જોવા મળશે.

બિપરજોયની અસર હરિયાણાના દક્ષિણ વિસ્તારમાં પણ જોવા મળશે. મહેન્દ્રગઢ, રેવાડી, ગુરુગ્રામ, મેવાત, પલવલ, ફરીદાબાદમાં વરસાદની સંભાવના છે. આજથી 19 જૂન સુધી અહીં બિપરજોયની અસર રહેશે. પંજાબમાં પણ બાયપરજોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 જૂન સુધી વરસાદની અસર છે. પંજાબના માલવા વિસ્તારને છોડીને સમગ્ર પંજાબમાં વરસાદ થવાની સંભાવના છે.

બિહાર-મધ્યપ્રદેશમાં બિપરજોયની શું થશે અસર? 

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતને કારણે બિહારમાં દસ્તક દેનાર ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી. રાજધાની પટનામાં હાલમાં આકરી ગરમી પડી રહી છે. દક્ષિણ બિહારના ઘણા જિલ્લાઓમાં લોકોને આગામી 4 થી 5 દિવસ સુધી ગરમીનો સામનો કરવો પડશે. 18 જૂનથી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી શકે છે. મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે.

17 જૂનથી અહીં ગરમીથી થોડી રાહત મળશે કારણ કે, રાજસ્થાનમાં બિપરજોયના કારણે હવામાનમાં ફેરફાર થશે. જેની અસર પડોશી રાજ્ય મધ્ય પ્રદેશ પર પણ પડશે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે, બિપરજોય તમામ ભેજ શોષી લીધો છે. જેના કારણે મધ્ય પ્રદેશમાં આકરી ગરમી પડી રહી છે. પશ્ચિમ યુપીના 10 જિલ્લાઓમાં વાવાઝોડું આવી શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Embed widget