શોધખોળ કરો
Advertisement
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, સામાન્ય તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ
તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમણે ખુદને આઇસોલેટ કરી લીધા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. તેમને સામાન્ય તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ છે. ત્યાર બાદ તેમણે ખુદને ઘરમાં જ આઇસોલેટ કરી લીધા છે. અરવિંદ કેજરીવાલનીતમામ મીટિંગ્સ પણ કેન્સલ કરવામાં આવી છે. જાણકારી અનુસાર આવતીકાલે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલને સામાન્ય લક્ષણ છે. તેમને કોરોના છે કે નહીં તે આવતીકાલે ટેસ્ટ બાદ જ ખબર પડશે.
મુખ્યમંત્રી કેજરીવાલ રોજ બપોરે દિલ્હીમાં કોરોનાને લઈને પ્રેસ કોન્ફરસ કરે છે. પરંતુ તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમણે ખુદને આઇસોલેટ કરી લીધા છે. સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે. કેજરીવાલને તાવ આવ્યા બાદ જ તમામ સરકારી બેઠકોથી ખુદને અલગ કરી લીધા હતા.
દિલ્હીમાં સતત કોરોના દર્દીની સંખ્યા વધી રહીછે. દર્દીનો આંકડો 27,654એ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 761 લોકોના મોત થયા છે. દિલ્હીમાં હાલમાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે.
જણાવીએ કેલ ગઈકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement