Delhi Dehradun Express Fire:દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ ટ્રેનમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે દિલ્હી-દેહદાદૂન શતાબ્દિ એક્સપ્રેસના જે નસી-4 કોચમાં આગ લાગી તેના પર કાબૂ મેળવી લેવાયો છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. શતાબ્દી એક્સપ્રેસ દેહરાદૂન પહોંચી ગઈ છે.
નવી દિલ્હી: દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી દિલ્હી-દેહદાદૂન શતાબ્દિ એક્સપ્રેસમાં ભીષણ આગની ઘટના બની છે. આ ટ્રેન જ્યારે રાયવાલાથી દેહરાદૂન જઈ રહી હતી ત્યારે કાંસરો સ્ટેશન પાસે આ ઘટના બની હતી. મળતી વિગતો પ્રમાણે ટ્રેનના સી પાંચ કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી .જોકે તેમાં મુસાફરી કરી રહેલા તમામ 35 યાત્રીકો હાલમાં સુરક્ષિત છે અને તમામને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. રેલવે અધિકારીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
રેલવેના અધિકારીઓએ કહ્યુ હતુ કે, જે કોચમાં આગ લાગી હતી તેને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો છે અને બાકીની ટ્રેનને આગળ રવાના કરી દેવામાં આવી છે.જે કોચમાં આગ લાગી હતી તે કોચના મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે દિલ્હી-દેહદાદૂન શતાબ્દિ એક્સપ્રેસના જે નસી-4 કોચમાં આગ લાગી તેના પર કાબૂ મેળવી લેવાયો છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. શતાબ્દી એક્સપ્રેસ દેહરાદૂન પહોંચી ગઈ છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ટ્વિટ કરતા કહ્યું, દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગવાના સમાચાર મળ્યા. ભગવાન બદ્રીનાથ વિશાલ અને બાબ કેદારની કૃપાથી ઘટનામાં કોઈ જાનહાનીની સૂચના નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે.