શોધખોળ કરો
Advertisement
Delhi Election Result: મંગળવારે સવારે 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી
આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 67 અને કોંગ્રેસ 66 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોની સરકાર બનશે તેનું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. મંગળવારે સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થશે. મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા દિલ્હીમાં કેજરીવાલ સરકાર બનતી હોવાનું કહી રહ્યા છે. જોકે, ભાજપ પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. દિલ્હીમાં આ વખતે 62.59 ટકા વોટિંગ થયું હતું. વર્ષ 2015માં વિધાનસભા ચૂંટણીમાં 67.47 ટકા વોટિંગ થયું હતું.
શાહીનબાગમાં કેટલું થયું મતદાન
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે રવિવારે જણાવ્યું કે, સૌથી વધારે 71.6 ટકા મતદાન બલ્લીમારાનમાં થયું. જ્યારે સૌથી ઓછું મતદાન 45.4 ટકા દિલ્હી કેંટમાં થયું. શાહીનબાગ જેમાં આવે છે તે ઓખલા વિધાનસભામાં 58.54 મતદાન થયું હતું. દિલ્હીમાં વોટિંગ માટે 13750 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા.
672 ઉમેદવારો લડ્યા વિધાનસભા ચૂંટણી
આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 67 અને કોંગ્રેસ 66 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. દિલ્હી ચૂંટણીમાં કુલ 672 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાંથી 593 પુરુષ અને 79 મહિલા ઉમેદવારો હતી.
ABP Exit Poll: દિલ્હીમાં ભાજપની સીટો વધશે, કેજરીવાલની બનશે સરકાર, જાણો કેટલી બેઠક મળશે
કઈ સીટ પર સૌથી વધારે ઉમેદવારો
સૌથી વધારે ઉમેદવારો નવી દિલ્હી વિધાનસભા સીટ પર હતા. આ સીટ પરથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડે છે. નવી દિલ્હી વિધાનસભા સીટ પર 28 ઉમેદવારો હતા. જ્યારે પટેલ નગર વિધાનસભા સીટ સૌથી ઓછા 4 ઉમેદવાર હતા.
2015માં AAPને મળી 67 સીટ
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.
Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે
લોકસભા 2019માં ભાજપે મારી બાજી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement