શોધખોળ કરો
દિલ્હીઃ ફેક્ટરીમાં આગ બાદ બ્લાસ્ટ, કેટલાક લોકો સાથે ફાયર ફાઇટરકર્મીઓ પણ ફસાયા, રેસ્ક્યૂ ચાલુ
હાલ અહીં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઇ છે, ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હીના ઉદ્યોગનગરના પીરગઢીની એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ સવારે 4 વાગે લાગી હતી. માહિતી પ્રમાણે, ફેક્ટરીમાં આગ સવારે લાગી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ આગ હોલવવા માટે પહોંચી હતી. આગ હોલવતી વખતે જ ફેકટરીમા એક મોટો બ્લાસ્ટ થયો હતો, અને બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં કેટલાક લોકો અને ફાયર ફાઇટરકર્મીઓ પણ ફસાઇ ગયા હતા.
હાલ અહીં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઇ છે, ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે.
હાલ અહીં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઇ છે, ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. I hope and pray that no life is lost. #udyogvihar #industrial #peeragarhi #fire pic.twitter.com/JDOBmdTpk7
— Mehar Bhagat (@MeharBhagat) January 2, 2020
વધુ વાંચો





















