શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યે ડીઝલ પરનો વેટમાં જંગી ઘટાડો કરતાં લિટરે રૂપિયા 8.35નો તોતિંગ ઘટાડો, જાણો વિગત
દિલ્લીમાં બુધવારે ડીઝલના ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર હતા તે વેટમાં ઘટાડા પછી રૂપિયા 73.64 થઈ જશે.
નવી દિલ્લીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને તેના કારણે લોકો પરેશાન છે. દેશની રાજધાની દિલ્લીમાં લોકોને રાહત આપવા માટે અરવિંદ કેજરીવાલ સરકારે ડીઝલ પરના વેટમાં જંગી ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ જાહેરાત કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પહેલાં ડીઝલ પર 30 ટકા વેટ હતો તે ઘટાડીને 16.75 ટકા કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે દિલ્લીમાં ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂપિયા 8.36 ઘટી જશે. દિલ્લીમાં બુધવારે ડીઝલના ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર હતા તે વેટમાં ઘટાડા પછી રૂપિયા 73.64 થઈ જશે. બિઝનેસ તથા અન્ય ક્ષેત્રો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો હોવાનું કેજરીવાલે જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement