શોધખોળ કરો
JNU ના ગુમ વિદ્યાર્થીને શોધવા માટે દિલ્લી પોલીસે SITનું ગઠન કર્યું

નવી દિલ્લી: દિલ્લી પોલીસે આજે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના આદેશ બાદ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) ના એક લાપતા વિદ્યાર્થીની ભાળ મેળવવા માટે વિશેષ જાંચ દળ (SIT) ની રચના કરી છે. આ મુદ્દે જેએનયૂમાં વિદ્યાર્થીઓના એક વર્ગે પ્રશાસનની નિષ્ક્રયતાને લઈને જોરદાર વિરોધ પ્રર્દશન કર્યું હતું.
પોલીસ અધિકારી નપૂર પ્રસાદે કહ્યું આ મામલે તપાસ કરવા માટે કમિશનર મનીષી ચંદ્રાની આગેવાનીમાં એક વિશેષ દળની રચના કરવામાં આવી છે. અમે દેશભરના એસએસપી અને પોલીસ અધિકારીઓને પણ સુચના આપી છે, સમાચાર પત્રમાં પણ ફોટો છાપવામાં આવ્યો છે. વિદ્યાર્થી નજીબ અહમદ પરિસરમાં ઝઘડો થયા બાદ શનિવારથી લાપતા છે. પ્રસાદે કહ્યુ અમે લોકોએ નજીબ વિશે જાણકારી અથવા કોઈ કડી આપનાર માટે 50000 રૂપિયાની ઈનામની જાહેરાત પણ કરી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે દિલ્લી પોલીસના ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા હતા અને લાપતા વિદ્યાર્થીની ભાળ મેળવવા માટે વિશેષ દળની રચના કરવાનું કહયું હતું. આંદોલનકારીઓએ જેએનયૂમાં કાલે કુલપતિ એમ જગદિશ કુમાર અને 12 અન્ય અધિકારીઓને બંધક બનાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યં કે જેએનયૂ પ્રશાસન પણ નજીબની ભાળ મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે નજીબના લાપતા થયા બાદ અપહરણની થીયરીને નકારતા પ્રસાદે જણાવ્યુ કે અમને કોઈ સીસીટીવી ફુટેજ નથી મળ્યા પરંતુ એક સાક્ષીએ તેને પાર્થસારથી રોક્સ વિસ્તારમાં જતો જોયો હતો. પરિવારે કોઈ ફિરોતી માટેના ફોન કોલ્સ નહી આવ્યા હોવાનું જણાવ્યુ છે. પ્રસાદે કહ્યું પોલીસે કેટલીક દવા લેપટોપ અને ફોન ઝપ્ત કર્યો હતો, જે તેના રૂમમાં રાખ્યા હતા.
વધુ વાંચો





















