શોધખોળ કરો
દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલું નોંધાયું તાપમાન
દિલ્હીમાં દિવસભર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીથી ઓછું રહ્યું. સતત વધી રહેલી ઠંડીની સૌથી વધારે અસર દર્દીઓ પર થઈ રહી છે.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ઠંડીએ 119 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. દિલ્હીમાં 1901 બાદ 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રિઝનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, આજે તાપમાન વર્ષના દિવોસમાં રહેતું સામાન્ય તાપમાનથી પણ અડધું છે. આજે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આઈએમડીએ જણાવ્યું, આયાનગરમાં મહત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે પાલમમાં 9 ડિગ્રી અને લોધી રોડ 9.2 ડિગ્રી નોંધાયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, છેલ્લા 22 વર્ષમાં સૌથી ખતરનાક શિયાળો છે. દિવસભર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીથી ઓછું રહ્યું છે.
સતત વધી રહેલી ઠંડીની સૌથી વધારે અસર દર્દીઓ પર થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિમાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અને તે સંબંધિત અન્ય બીમારીના દર્દીની સંખ્યા વદધી ગઈ છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, ઓપીડીમાં દર્દીની સંખ્યા આશરે 15-20 ટકા વધી ગઈ છે. આ વખતે દિલ્હીમાં પહાડી વિસ્તારો કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે. 5Gને લઈ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણઃ કોંગ્રેસ ધારાસભ્યના શપથ ગ્રહણ દરમિયાન ગુસ્સે થયા રાજ્યપાલ, જાણો કારણIndia Meteorological Department (IMD): Delhi likely to record the most coldest day today in last 119 years for the month of December as day temperature till 1430 IST today has been unusually following the coldest trend with Safdarjung at 1430 IST has 9.4 degree Celsius pic.twitter.com/ksqTaIHwcM
— ANI (@ANI) December 30, 2019
વધુ વાંચો





















