શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિંસાઃ મરનારાઓની સંખ્યા વધીને 42 પહોંચી, આજે અને કાલે પરીક્ષાઓ રદ્દ
સીએએને લઇને નોર્થ ઇસ્ટ દિલ્હીમાં હિંસાના કારણે સીબીએસઇએ આ અઠવાડિયામાં ત્રીજી વાર પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં હિંસા અટકવાનુ નામ નથી લઇ રહી, હિંસાને લઇને નવુ અપડેટ સામે આવ્યુ છે, દિલ્હી હિંસામાં મરનારાઓની સંખ્યા વધીને હવે 42 એ પહોંચી ગઇ છે. જેમાં 11 લોકોના મોત ગોળી વાગવાથી થઇ છે.
દિલ્હી હિંસા વધુ વકરી રહી હોવાથી આ મામલો હવે દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં તોફાનોની તપાસ અપરાધ શાખાને સોંપી દીધી છે, અને મામલાની તાપીસ માટે બે વિશેષ તપાસ ટીમ (એસઆઇટી) ગઠિત કરી દેવામાં આવી છે. આ બન્ને ટીમોનુ નેતૃત્વ પોલીસ આયુક્ત જૉય ટિર્કી અને રાજેશ દેવ કરશે. આ ટીમોમાં સહાયક પોલીસ આયુક્ત રેન્કના ચાર અધિકારીઓ પણ સામેલ હશે. તપાસમાં નજર અતિરિક્ત પોલીસ આયુક્ત બીકે સિંહ કરશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસા મામલે પોલીસ અત્યાર સુધી 48 એફઆઇઆર નોંધી ચૂકી છે.
દિલ્હી હિંસા અને તોફાનોની અસર હવે પરીક્ષાઓ પર પણ પડી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) હિંસા પ્રભાવિત નોર્થ ઇસ્ટ દિલ્હી અને ઇસ્ટ દિલ્હીના વિસ્તારોમાં આજે અને કાલે એટલે કે 29 ફેબ્રુઆરીએ લેવાનારી પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.
સીએએને લઇને નોર્થ ઇસ્ટ દિલ્હીમાં હિંસાના કારણે સીબીએસઇએ આ અઠવાડિયામાં ત્રીજી વાર પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion