શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર લાગ્યા ‘ગોલી મારો...ના’ નારા, છ યુવકોની અટકાયત
છ યુવકોએ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરી રહ્યા હતા તે દરમિયાન ફરજ પર હાજર સીઆઇએસએફના જવાનોએ તરત જ તેમની અટકાયત કરી દિલ્હી મેટ્રોના સુરક્ષા અધિકારીઓને સોંપી દીધા હતા
નવી દિલ્હીઃ દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરવાના આરોપમાં સીઆઇએસએફએ છ યુવકોની અટકાયત કરી છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા સંભાળનારી સુરક્ષા એજન્સી સીઆઇએસએફે કહ્યુ કે, શનિવારે છ યુવકોએ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરી રહ્યા હતા તે દરમિયાન ફરજ પર હાજર સીઆઇએસએફના જવાનોએ તરત જ તેમની અટકાયત કરી દિલ્હી મેટ્રોના સુરક્ષા અધિકારીઓને સોંપી દીધા હતા.
ડીસીપી મેટ્રોએ કહ્યું કે, બપોરે સાડા 12 વાગ્યે છ યુવકો રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર’ દેશના ગદ્દારોને, ગોલી મારો’ના નારા લગાવી રહ્યા હતા. આ યુવકોની અટકાયત કરીને રાજીવ ચોક મેટ્રો પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે જ્યારે મેટ્રો રાજીવ ચોક સ્ટેશન પાસે પહોંચવાની હતી તો આ યુવકોએ નારા લગાવ્યા હતા. ટ્રેનમાંથી ઉતરતા બાદ આ લોકો સીએએના સમર્થનમાં નારા લગાવતા હતા. આ ઘટનાને લઇને સીઆઇએસએફ તરત એક્શનમાં આવ્યા હતા અને છ યુવકોની અટકાયત કરી હતી.On 29/02/2020 at about 10: 25 hrs six youths were seen shouting slogans at Rajiv Chowk metro station, Delhi. They were immediately intercepted by CISF personnel & thereafter handed over to Delhi Metro Rail Police officials for further action. Metro Rail operation remained normal. pic.twitter.com/YyHQi4PAZo
— CISF (@CISFHQrs) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion