શોધખોળ કરો
Advertisement
તીડે દેશના સાત રાજ્યોમાં મચાવ્યો આતંક, DGCA એ પાયલટોને સતર્ક રહેવાની આપી સલાહ
તીડના હુમલાને લઈ ડીજીસીએ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાયલટ, ગ્રાઉન્ડ સ્ટાફ અને એન્જિનિયર વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારત પર થયેલા તીડના આક્રમણ સામે તમામ સરકાર લાચાર છે અને ખેડૂતો પરેશાન છે. તીડને વિશ્વમાં સૌથી વિનાશકારી માનવામાં આવે છે. તીડના હુમલાથી ભૂખમરો પેદા થઈ શકે છે, જેનાથી કરોડો લોકો પ્રભાવિત થશે તેવી આશંકા છે.
ક્યાંથી આવ્યા તીડના ઝૂંડ
આફ્રિકાથી થઈને ઈરાનના રસ્તે પાકિસ્તાનથી તીડ ભારતમાં દાખલ થયા. હાલ તીડથી દેશના સાત રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં સક્રિય છે. રાજસ્થાનના 18 જિલ્લા તીડના હુમલાથી સૌથી વધારે પ્રભાવિત છે.
તીડને લઈ DGCA ની ગાઈડલાઈન
તીડના હુમલાને લઈ ડીજીસીએ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાયલટ, ગ્રાઉન્ડ સ્ટાફ અને એન્જિનિયર વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે. સર્કુલરમાં જણાવવામાં આવ્યું છે કે તીડના ઝૂંડ જોવા મળે તો તેમની વચ્ચેથી વિમાન ન કાઢો. તેનાથી બચવાની જરૂરી કાર્યવાહી કરો. તીડના ઝૂંડને રોકવાનું કામ કૃષિ મંત્રાલયનું છે પરંતુ સિવિલ એવિએશનની ઉડાનમાં તેનાથી ઘણી મુશ્કેલી આવે છે. તીડના કારણે એરક્રાફ્ટમાં પાયલટની વ્યૂ સ્ક્રીનમાં વિક્ષેપ આવે છે. તે ગંદી કે ધૂંધળી થઈ જાય છે. ટેક ઓફ અને લેંડિંગના સમયે સૌથી વધારે મુશ્કેલી આવે છે.
તીડના હુમલાને લઈ અનેક રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યા છે. ઉત્તરપ્રદેશના કૃષિ વિભાગના અધિકારીને જગ્યાની ઓળખ કરીને રાત્રે કેમિકલ છાંટવાનો આદેશ આપવામાં આવ્યો છે. હરિયાણા સરકારે વોટ્સએપ ગ્રુપ બનાવીને ખેડૂતોને જાણકારી આપી છે. પંજાબમાં દરેક જિલ્લા મુખ્યાલય પર તીડ ભગાડનારા સ્પ્રેનો પ્રબંધ કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં કાંગડા, ઉના, બિલાસપુર અને સોલન જિલ્લા ફિલ્ડ ઓફિસર્સને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement