શોધખોળ કરો
DRDOએ પિનાકા રૉકેટે સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસિયત
પિનાકા રૉકેટની રેન્જ 37 કિલોમીટરની આસપાસ છે. અધિકારીઓ અનુસાર રોકેટ અત્યાધુનિક દિશાસૂચક સિસ્ટમથી લેસ છે. જેના કારણે સટીકતાથી લક્ષ્યની ઓળખ કરી તેના પર નિશાન સાધે છે.

નવી દિલ્હી: DRDOએ બુધવારે ઓડિશાના તટ પરથી પિનાકા રૉકેટે સિસ્ટમના નવા વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સરંક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(ડીઆરડીઓ)એ કહ્યું કે, સતત છ રૉકેટ છોડવામાં આવ્યા અને પરીક્ષણ દરમિયાન લક્ષ્યને પૂરું પાડવામાં સફળતા મળી હતી. ડીઆરડીઓએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘ડીઆરડીઓ દ્વારા વિકસિત પિનાકા રૉકેટ પ્રણાલીનું બુધવારે ઓડિશાના કિનારે ચાંદીપુર એકીકૃત પરીક્ષણ રેન્જ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.’ ડીઆરીડોએ કહ્યું કે, પિનાકા રોકેટ સિસ્ટમના નવું વર્ઝન વર્તમાન પિનાકા એમકે-આઈ નું સ્થાન લેશે, જેનું વર્તમાનમાં ઉત્પાદન થઈ રહ્યું છે. પિનાકા રૉકેટની રેન્જ 37 કિલોમીટરની આસપાસ છે. અધિકારીઓ અનુસાર રોકેટ અત્યાધુનિક દિશાસૂચક સિસ્ટમથી લેસ છે. જેના કારણે સટીકતાથી લક્ષ્યની ઓળખ કરી તેના પર નિશાન સાધે છે. છેલ્લા બે મહિનામાં ભારતે અનેક મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. તેમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ અને એન્ટી રેડિએશન મિસાઈલ રૂદ્રમ-1 પણ સામેલ છે.
વધુ વાંચો





















