શોધખોળ કરો
આ રાજ્યએ પેટ્રોલ-ડીઝલ ખરીદવાની મર્યાદા કરી નક્કી, જાણો બાઈક, કાર, ટ્રક સહિતની તમામ ગાડીને કેટલું મળશે ઈંધણ
અધિકારીઓના આદેશ મુજબ સ્કૂટર માટે ત્રણ લીટર, અન્ય ટૂ વ્હીલર માટે પાંચ લીટર, હળવા મોટર વાહન માટે 10 લીટર, પિકઅપ ટ્રક, મિની ટ્રક, જિપ્સી માટે 20 લીટર અને નગર બસો તથા મધ્યમ ટ્રકો માટે 100 લીટર ઈંધણ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

આઇઝોલઃ મિઝોરમ સરકારે રાજ્યમાં પેટ્રોલ પંપ પર પ્રતિ વાહન ઈંધણની મહત્તમ સીમા નિર્ધારીત કરી છે. કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધથી રાજ્યમાં તેલના ભંડારમાં કમી આવતા આ પગલું ભરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેલ ભંડારમાં કમી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણકે તેલ ટેંકર રસ્તામાં ફસાઇ ગયા છે અથવા આઇઝોલ બાયપાસ રોડ પર હમાંગખાવથલીરક અને સેથવન વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતાં ખૂબ ધીમી ગતિએ આવી રહ્યા છે. અધિકારીઓના આદેશ મુજબ સ્કૂટર માટે ત્રણ લીટર, અન્ય ટૂ વ્હીલર માટે પાંચ લીટર, હળવા મોટર વાહન માટે 10 લીટર, પિકઅપ ટ્રક, મિની ટ્રક, જિપ્સી માટે 20 લીટર અને નગર બસો તથા મધ્યમ ટ્રકો માટે 100 લીટર ઈંધણ આપવાની મંજૂરી આપવામાં આવી છે. ચોખાની બોરીઓ તથા અન્ય જરૂરી વસ્તુઓનું પરિવહન કરતાં વાહનોને પૂરતી માત્રમાં પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે. જોકે કન્ટેનર કે ડબ્બામાં ઈંધણ કોઈપણ સંજોગોમાં નહીં આપવામાં આવે. રાજ્યમાં અનેક પેટ્રોલ પંપ પર મંગળવારે સવારથી જ ઈંધણ નહોતું. ગામડામાં 10 રૂપિયામાં LED બલ્બ આપશે સરકાર, લોન્ચ કરશે ‘ગ્રામ ઉજાલા’ યોજના જાણો રોજ કેટલા ભક્તો કરી શકશે માતા વૈષ્ણોદેવીના દર્શન, શું રાખવું પડશે ધ્યાન ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર, આજે 1118 કેસ નોંધાયા, સુરતની સ્થિતિ ચિંતાજનક પ્રણવ મુખર્જીની હાલત અતિ ગંભીર, સર્જરી બાદ રાખવામાં આવ્યા છે વેંટીલેટર પર ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ પછી આવ્યો કોરોનાનો કેસ, જાણો શું લેવામાં આવ્યો મોટો નિર્ણય
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















