શોધખોળ કરો
દેશભરમાં લોકો આજે મનાવી રહ્યા છે ઈદ, PM મોદી, રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
દેશભરમાં આજે ઈદ અલ અઝા બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દિલ્હી ખાતે આવેલી જામા મસ્જિદમાં લોકોએ શનિવાર સવારની નમાજ અદા કરી હતી.

નવી દિલ્હી: દેશભરમાં આજે ઈદ અલ અઝા બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દિલ્હી ખાતે આવેલી જામા મસ્જિદમાં લોકોએ શનિવાર સવારની નમાજ અદા કરી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:05 કલાકે નમાજ અદા કરવામાં આવી હતી. કોરોના સંકટના કારણે જામા મસ્જિદમાં નમાજ અદા કરવા આવેલા લોકોએ વારંવાર મસ્જિદ પ્રશાસનને અંતર જાળવીને નમાજ અદા કરવાની વિનંતી કરી હતી. ઈદના તહેવાર પર પીએમ મોદી, રાહુલ ગાંધી, મુખ્તાર અબ્બાસ નકવી સહિતના નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને ઈદ પર શુભેચ્છાઓ પાઠવી છે. કેંદ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના ઘરે નમાજ અદા કરી હતી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















