શોધખોળ કરો
Advertisement
જામિયા પહોંચ્યા દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ, કહ્યુ- CAAમાં મુસ્લિમોને સામેલ કરવામાં આવે
જંગે કહ્યું કે મને લાગે છે કે સીએએમાં સુધારાની જરૂર છે. આ કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઇએ અથવા તો અન્યને પણ સામેલ કરવા જોઇએ. જો વડાપ્રધાન એ લોકોને બોલાવે છે અને વાતો કરે છે તો આ મુદ્દો ઉકેલાઇ જશે.
નવી દિલ્હીઃ જામિયા અને શાહીન બાગમાં એક મહિનાથી વધુ સમયથી નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ સોમવારે જામિયા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઇએ નહી તો અન્ય ધર્મના લોકોને પણ હટાવવા જોઇએ. જંગે કહ્યું કે મને લાગે છે કે સીએએમાં સુધારાની જરૂર છે. આ કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઇએ અથવા તો અન્યને પણ સામેલ કરવા જોઇએ. જો વડાપ્રધાન એ લોકોને બોલાવે છે અને વાતો કરે છે તો આ મુદ્દો ઉકેલાઇ જશે.
જંગે કહ્યું કે, જ્યારે વાત થશે ત્યારે ઉકેલ આવશે. જો આપણે વાત જ નહી કરીએ તો ઉકેલ કેવી રીતે આવશે. આ પ્રદર્શન ક્યાં સુધી ચાલશે. અર્થવ્યવસ્થા પર સંકટ છે. દુકાનો બંધ છે. નુકસાન જ નુકસાન થઇ રહ્યું છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદાના વિરોધમાં દિલ્હીમાં અલગ અલગ ક્ષેત્રોમાં હિંસા થઇ હતી. જામિયાની આસપાસ પણ હિંસક પ્રદર્શનો થયા હતા.Delhi's Ex-Lieutenant Governor, Najeeb Jung: There should be talks, only then will a solution come out. How will the solution come if we don't talk? How long will this protest go on? Economy is suffering, shops are closed, buses are not plying, losses are being incurred. https://t.co/oTzYcQ7b6Z
— ANI (@ANI) January 20, 2020
જામિયા યુનિવર્સિટીના સેમેસ્ટર એક્ઝામ પણ રદ થઇ ગયા છે અને હજુ સુધી નવી તારીખની જાહેરાત થઈ નથી. બીજી તરફ શાહીન બાગમાં મહિલાઓ ધરણા પ્રદર્શન કરી રહી છે.Delhi's Ex-Lt Guv, Najeeb Jung, outside Jamia Millia Islamia: I feel that #CitizenshipAmendmentAct needs a revamp. They should either include Muslims or remove other names. Make it inclusive,matter will get dismissed. If PM calls these people & talks,the matter will get resolved. pic.twitter.com/c63SousfjO
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement