શોધખોળ કરો

દેવામાફી, MSP વધારવાની માંગ સાથે દિલ્હી પહોંચ્યા હજારો ખેડૂત, નીતિશ-નાયડુનો મળી શકે છે સાથ

નવી દિલ્હીઃ હજારો ખેડૂતો દેવામાફી અને પાકની યોગ્ય કિંમતોની માંગણી સાથે એકવાર ફરી દિલ્હી પહોંચ્યા છે. હાલમાં ખેડૂતો રાજધાનીના અલગ અલગ વિસ્તારોમાં રોકાયા છે અને તેઓ આજે રામલીલા મેદાન સુધી માર્ચ કરશે. તમામ ખેડૂતો આવતીકાલે સંસદ માર્ગ સુધી માર્ચ કરશે. ખેડૂતોને લગભગ 200 ખેડૂત સંગઠનો અને 21 નાના-મોટા રાજકીય પક્ષોનું સમર્થન છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ સંસદ માર્ચ બોલાવ્યુ છે. સમિતિના સંયોજક હન્નાન મોલ્લાહે કહ્યું હતું કે, ગુરુવારે રામલીલા મેદાનમાં એકઠા થવા માટે ખેડૂતો સતત દિલ્હી પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે, મેઘાલય, જમ્મુ કાશ્મીર, ગુજરાત અને કેરલ સહિત દેશના વિવિધ રાજ્યોથી ખેડૂતોના જૂથ રસ્તા અને રેલવે માર્ગથી દિલ્હી અને આસપાસ વિસ્તારમાં એકઠા થઇ રહ્યા છે. મોલ્લાહે અત્યાર સુધીમાં સૌથી મોટું ખેડૂત આંદોલન ગણાવ્યું હતું. મોલ્લાહે કહ્યું કે, ગુરુવારે રામલીલા મેદાનમાં ખેડૂત સભાના આયોજન બાદ શુક્રવારે ખેડૂતોના હુઝુમ રામલીલા મેદાનથી સંસદ માર્ચ કરશે. યોગેન્દ્ર યાદવની સંસ્થા સ્વરાજ ઇન્ડિયાએ ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, ખેડૂતો ઐતિહાસિક કિસાન મુક્તિ માર્ચ માટે દિલ્હી પહોંચી ગયા છે. આજે ખેડૂતો પગપાળા રામલીલા મેદાન સુધી પહોંચશે. વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઇન્ડિયાના સભ્ય પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે લગભગ એક લાખ ખેડૂતો આ માર્ચમાં સામેલ થશે. અખિલ ભારતીય કિસાન સભાના સચિવ અતુલ કુમાર અંજાને કહ્યું કે, શુક્રવારે સંસદ માર્ગ પર આયોજીત કિસાન સભામાં આંદોલનને સમર્થન આપી રહેલા વિવિધ રાજકીય દળના નેતા હાજરી આપશે. પીટીઆઇના કહેવા પ્રમાણે, તેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થાય તેવી સંભાવના છે. ખેડૂતો દેવામાફી અને બીજા કૃષિ ઉત્પાદનોના સમર્થન મૂલ્ય મળવાનો અધિકાર આપવાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે ખેડૂતો આ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં દિલ્હી પહોંચ્યા હતા. જોકે, તેમને દિલ્હી અને ઉત્તરપ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં રોકવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિપક્ષી દળોએ ભાજપને ખેડૂત વિરોધી ગણાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Embed widget