શોધખોળ કરો

Farmers Protest: ખેડૂત સંગઠનો 2 દિવસ સુધી નહી કરે 'દિલ્હી કૂચ', 12 પોલીસકર્મી અને 58 ખેડૂતો ઇજાગ્રસ્ત, એકનું મોત

Farmers Protest: પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે

Farmers Protest: લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદેસરની ગેરન્ટીની માંગ સાથે આઠ દિવસથી શંભૂ અને દાતાસિંહ વાલા બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતોએ બુધવારે સવારે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને રબરની ગોળીઓ પણ છોડી હતી.  દાતાસિંહવાલા બોર્ડર પર ગોળીઓથી બે ખેડૂતો ઘાયલ થયા હતા, જેમાંથી ભટિંડાના બલોંકે ગામના યુવક શુભકરણ (23)નું મૃત્યુ થયું હતું. સંગરુરના નવાગાંવના અન્ય એક ખેડૂત પ્રીતપાલ સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.

21 વર્ષીય ખેડૂતનું મોત 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે. દરમિયાન, ખેડૂત સંગઠનોએ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવાર માટે દિલ્હી તરફની તેમની કૂચ મોકૂફ રાખી છે. શુક્રવારે સાંજે ખેડૂત સંગઠનોની બેઠકમાં આગળની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.

ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં 52 ખેડૂતો અને 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. શંભુ બોર્ડર પર છ ખેડૂતો ઘાયલ પણ થયા છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓએ તેમની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ રાખી છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે વધુ વ્યૂહરચના જાહેર કરશે.

બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે દાતાસિંહવાલા બોર્ડર પર આંદોલને હિંસક વળાંક લીધો હતો. જીંદના પોલીસ અધિક્ષક સુમિત કુમારે જણાવ્યું હતું કે પંજાબના ખેડૂતો બુલડોઝરની મદદથી સરહદ પરના બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે તેમને રોકવામાં આવ્યા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ, વોટર કેનન અને લાઠીચાર્જનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઉપરાંત અનેક ખેડૂતોએ પોલીસ પર તલવારો અને ધોકા વડે હુમલો પણ કર્યો હતો. ખેડૂતો સાંજના 5 વાગ્યા સુધી અનેકવાર બેરિકેડીંગ પાસે આવ્યા હતા અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીયર ગેસના શેલ અને વોટર કેનનને કારણે તેઓએ પીછેહઠ કરવી પડી હતી.

ખેડૂત નેતાઓ પંધેર અને જગજીત સિંહ ડલ્લેવાલે સાંજે શંભુ બોર્ડર પર જાહેરાત કરી હતી કે હવે આવી સ્થિતિમાં સરકાર સાથે વાત કરવી યોગ્ય નથી લાગતી. આ પછી મોટી સંખ્યામાં યુવાનોએ ખેડૂત નેતાઓના નેતૃત્વમાં સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. હરિયાણા તરફથી ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂત આગેવાનો પંધેર અને ડલ્લેવાલની તબિયત પણ લથડી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget