શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે પણ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતમાં ન આવ્યો કોઈ ઉકેલ, કૃષિ મંત્રીએ કહ્યું- આગામી બેઠકમાં આવી શકે છે પરિણામ
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, 8 જાન્યુઆરીએ સરકાર સાથે ફરીથી મુલાકાત થશે. ત્રણ કૃષિ કાયદાને પરત લેવા તથા એમએસપી બંને મુદ્દા પર 8 તારીખે વાતચીત થશે.
નવી દિલ્હીઃ દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 40મો દિવસ છે. આજે ફરીથી ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત થઈ હતી. પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નહોતું.
બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર અને ખેડૂતો વચ્ચે આજે થયેલી વાતચીતનું કઈ પરિણામ આવ્યું નથી. 8 જાન્યુઆરીએ ફરીથી બેઠક થશે. અમે ખેડૂતોનું સન્માન કરીએ છીએ. એમએસપી પર પણ વાતચીત થઈ. ખેડૂતોને સરકાર પર ભરોસો છે.
તોમરે કહ્યું, આજની ચર્ચા જોતાં મને આશા છે કે આગામી બેઠક દરમિયાન અમે સાર્થક ચર્ચા કરીશું અને એક નિષ્કર્ષ પર પહોંચીશું. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 8 તારીખે ફરીથી ચર્ચા થશે. સરકારના મનમાં ખેડૂતો પ્રત્યે સંવેદના છે. સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય કરશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, 8 જાન્યુઆરીએ સરકાર સાથે ફરીથી મુલાકાત થશે. ત્રણ કૃષિ કાયદાને પરત લેવા તથા એમએસપી બંને મુદ્દા પર 8 તારીખે વાતચીત થશે. અમે જણાવી દીધું છે કે કાનૂન વાપસી નહીં તો ઘર વાપસી નહીં.
આજે બેઠકની શરૂઆત પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion