શોધખોળ કરો
Advertisement
ફી વધારાને લઈને JNUના વિદ્યાર્થીઓની રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી, પોલીસે લાઠીચાર્જ કર્યો
વિદ્યાથીઓએ હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણની સ્થિતી સર્જાઈ હતી.
દિલ્હી: દિલ્હીમાં જેએનયૂના વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને કૂચ કરી છે. વિદ્યાથીઓએ હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણની સ્થિતી સર્જાઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ પોતાની માંગને લઇને રાષ્ટ્રપતિને ઇમેલ લખ્યો છે. આ પત્રમાં વિદ્યાર્થીઓએ ફી વધારાના પ્રસ્તાવને પૂર્ણ રીતે પાછો લેવાની માંગ કરી છે. આ પહેલા દિલ્હી પોલીસે બીજા સુરક્ષા દળોની સાથે યૂનિવર્સિટીના તમામ ગેટને સીલ કરી નાંખ્યા હતા.#WATCH: Police resorted to lathicharge after a clash with protesting Jawaharlal Nehru University (JNU) students, who were marching towards Rashtrapati Bhawan to meet President over fee hike issue. pic.twitter.com/sAbuN05n2q
— ANI (@ANI) December 9, 2019
જેએનયૂના વિદ્યાર્થીઓ ફી વધારાને લઇ છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. આ રેલીને જેએનયૂ ટીચર્સ અસોસિએશને પણ વિદ્યાર્થીઓને સાથ આપ્યો હતો. હોસ્ટેલ ફીના મામલે જેએનયૂ હવે ઘણી મુશ્કેલ સ્થિતિમાં છે, કેમકે 12 ડિસેમ્બરથી સ્ટુડેન્ટ્સની સેમેસ્ટર એક્ઝામ છે.Delhi: Police resorted to lathicharge after a clash with protesting Jawaharlal Nehru University (JNU) students, who were marching towards Rashtrapati Bhawan to meet President over fee hike issue. pic.twitter.com/H0iPeFWKnw
— ANI (@ANI) December 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement