શોધખોળ કરો

Nuh violence: નૂંહ-મેવાત હિંસામાં બજરંગ દળના નેતા પ્રદીપની હત્યા મામલે AAP નેતા જાવેદ વિરુદ્ધ FIR

આ મામલે બજરંગ દળના નેતાના સહયોગીઓએ સોહના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

હરિયાણામાં નૂહ-મેવાત હિંસામાં બજરંગ દળના નેતા પ્રદીપની હત્યાના સંબંધમાં પોલીસે આમ આદમી પાર્ટીના નેતા જાવેદ અહેમદ અને અન્ય 150 લોકો સામે હત્યાનો કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે. જેમાં પ્રદીપને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે સારવાર બાદ હોસ્પિટલની બહાર બેઠો પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 31મીએ થયેલી હિંસામાં બજરંગ દળના નેતા પ્રદીપ શર્માને રાયસીના ગામ પાસે ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો. જેના એક દિવસ પછી તેમનું અવસાન થયું હતું. આ મામલામાં AAP નેતા જાવેદે ફોન પર કહ્યું કે તેમના પર લાગેલા આરોપો પાયાવિહોણા છે. તે દિવસે તે ઘરની બહાર હતો.

આ મામલે બજરંગ દળના નેતાના સહયોગીઓએ સોહના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે લોકો આવી રહ્યા હતા ત્યારે જાવેદ તેના સાથીઓ સાથે રસ્તામાં ઉભો હતો. અમને જોઈને તેણે તેના સાથીઓને હુમલો કરવા કહ્યું હતું.

આ પછી લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. જેમાં પ્રદીપ શર્માને માથામાં સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે કલમ-302 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક ફૂટેજ તેમને મળ્યા છે.

પ્રદીપનો પરિવાર 15 વર્ષથી ગુરુગ્રામમાં રહે છે

નોંધનીય છે કે પાંચી ગામનો રહેવાસી પ્રદીપનો પરિવાર છેલ્લા 15 વર્ષથી ગુરુગ્રામમાં રહે છે. 31મી જુલાઇના રોજ થયેલી હિંસામાં તોફાનીઓના હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તેનું મૃત્યુ થયું હતું. શુક્રવારે તેમના વતનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. તેમના પરિવારને સાંત્વના આપવા અનેક ગામડાઓમાંથી લોકો પહોંચ્યા હતા.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સરઘસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 31 જુલાઈ, સોમવારના રોજ અરવલ્લીની પહાડીઓમાં બનેલા મંદિરમાંથી નીકળેલી શોભાયાત્રા પર ફાયરિંગ અને પથ્થરમારો થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Embed widget