શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કફજન્ય છે કોરોનાનો રોગ, આયુર્વૈદમાં તેનાથી બચવાના અને સુરક્ષાના છે ઉપાય, જાણો શું છે ડોક્ટરની સલાહ
કોરોના વાયરસને સફળતાપૂર્વક ખતમ કરવાના ઉપાય આયુર્વૈદમાં છે. આયુર્વૈદ ડોક્ટર ચંદ્ર ભૂષણ સિંહે કહ્યું કે, કોરોનાથી બચવા માટે પ્રકૃતિ પાસે પર્યાપ્ત ઔષધી છે. તેનો પ્રયોગ કરીને આપણે દુનિયાની કોરોનાથી બચાવી શકીએ છીએ.
કોરોના વાયરસને સફળતાપૂર્વક ખતમ કરવાના ઉપાય આયુર્વૈદમાં છે. આયુર્વૈદ ડોક્ટર ચંદ્ર ભૂષણ સિંહે કહ્યું કે, કોરોનાથી બચવા માટે પ્રકૃતિ પાસે પર્યાપ્ત ઔષધી છે. તેનો પ્રયોગ કરીને આપણે દુનિયાની કોરોનાથી બચાવી શકીએ છીએ.
આ બીમારી કફજન્ય છે. આ બીમારીનું સંક્રમણ લાગતા કફ જાડો થઇ જાય છે અને તેના કારણે ફેફસા વધુ સંક્રમિત થાય છે અને કેટલાક કેસમાં શ્નાસ લેવામાં પણ તકલીફ થાય છે.
કોરોના વાયરસના સંક્રમણમાં પ્રાકૃતિક ઉપચાર ખૂબ જ કારગર નીવડે છે. આદુ અથવા સૂંઠનો પ્રયોગ કોરોનાના સંક્રમણથી તો બચાવે જ છે પરંતુ તેની સાથે સંક્રમિત વ્યક્તને ઝડપથી રિકવર કરવામાં પણ રામબાણ ઇલાજ છે.
આ રીતે કરો ઉપાય
- એક ગ્લાસ હળદરવાળું ગરમ દૂધ પીવો
- સૂંઠના ચૂર્ણનો પ્રયોગ ભોજનમાં કરો
- દહીં અને લસ્સીને અવોઇડ કરો
- ઘરમાં કપૂર, ગૂગળ અને ચંદન બાળો
- કિસમિસ અને મુનક્કાના ઉકાળાનું સેવન કરો
- હળદર, કોથમીર અને લસણનું સેવન કરો
દૂધમાં આનું સેવન કરો
- 10 ગ્રામ ચ્યવસપ્રાસ ગરમ દૂધ સાથે લો
- એક ગ્લાસ ગરમ દૂધમાં તુલસી, સૂઠ, હળદર, મિક્સ કરીને પીવો
- શિલાજીત એક ચમ્મચ એક ગ્લાસ દુધ કે પાણી સાથે લો.
- પીપર, સૂઠ અને તજનું ચૂર્ણ મિકસ કરીને સેવન કરો
- અભ્રક ભસ્મ એટલે કે, સહપુટી, એક ગ્રામ મધુ અથવા મલાઇ સાથે લઇને એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરો.
શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા કરો સેવન
- રોગથી બચવા માટે સિઝનલ ફળોનું સેવન કરો
- અશ્વગધા, સતવાર, કાલમેધ, લીમડો અને હળદરનું સેવન કરો
- રોજ નાકમાં સરસવ અથવા નારિયેળ તેલની બે બૂંદ નાખો.
- આંબળાનું સેવનર કોઇને કોઇ રૂપે કરો.
- આ વસ્તુ શરીરમાં વધારશે કફ
- ઇંડુ, માંસ, દહીં, લસ્સી, માછલી, પનીર, ડુંગળી, મશરૂમ, કેળા, સંતરા,સહિતની કેટલીક ચીજોને અવોઇડ કરો
આ ચીજોના સેવનથી કફ થાય છે દૂર
- આદુ, હળદર, તુલસી, મરી, શિલાજીત, નારિયેળનું પાણી, લસણનું સેવન કફને દૂર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion