કોવિડથી સાજા થયા બાદ શું કરવું જોઇએ અને શું નહી? જાણો શું કહે છે ડોક્ટર
કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોના બાદ કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો કેટલાક લોકોને થોડું કામ કર્યાં બાદ પણ થાક લાગે છે.
corona recovery: કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોના બાદ કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો કેટલાક લોકોને થોડું કામ કર્યાં બાદ પણ થાક લાગે છે. તો અન્ય કેટલીક તકલીફોની ફરિયાદ પણ રહ્યાં કરે છે. આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ છે કે પોસ્ટ કોવિડ કેર પણ એટલી જ જરૂરી છે. પોસ્ટ કોવિડ કેર માટે એ જાણવું જરૂરી છે કે શરીરના એવા ક્યાં અંગો છે. જે કોવિ઼ડમાં પ્રભાવિત થાય છે. સામાન્ય લોકોની સમજ મુજબ કોવિડમાં માત્ર ફેફસાં જ પ્રભાવિત થાય છે. જો કે તેવું નથી. કોવિડ વાયરસના સંક્રમણની અસર હાર્ટ, મગજ, માંસપેશિયા, ધમની, નસો, બ્લડ અને આંખો પર પણ પડે છે. તેના કરાણે પોસ્ટ કોવિડમાં હાર્ટ અટેક, ડિપ્રેશન, થકાવટ,બોડી પેઇન, બ્લડ ક્લોટિંગ અને બ્લેક ફંગસની સમસ્યાનો દર્દીને સામનો કરવો પડે છે. ડોક્ટરના મત મુજબ કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને પણ સંપૂર્ણ સ્વસ્થ થવામાં 2થી8 સપ્તાહનો સમય લાગે છે. આ સમય અલગ અલગ વ્યક્તિ માટે ઓછો- વધતો હોઇ શકે છે. પોસ્ટ કોવિડમાં દર્દીઓને નબળાઇ, ભૂખ ન લાગવી,ઊંઘ ન આવવી, બોીડી પેઇન, ગભરામણ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
પોસ્ટ કોવિડમાં ઝડપથી રિકવરી માટે આહાર શૈલી પર ધ્યાન આપો.ડાયટમાં પ્રોટીનયુક્ત ફૂડને સામેલ કરો. ગ્રીન વેજીટેબલ્સ, સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરો. જમવાની રૂચિ ન હોય તો પણ થોડી થોડી માત્રામાં હેલ્ધી ફૂડ લેતા રહેવું, એવું એટલા માટે કે આ બીમારીમાં શરીરની ઇમ્યૂનિટી નબળી પડી જાય છે. પર્યાપ્ત માત્રમાં પાણી પીવું પણ જરૂરી છે. યોગ, પ્રણાયામ કરો, બ્રિથિંગ એક્સરસાઇઝ કરો, એકસાથે વધુ કામ ન કરતાં થોડા થોડા સમયના અંતરે કરો.
કોવિડથી સાજા થયા બાદ 15થી 20 દિવસ સુધી ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેશર, શુગરને મોનિટર કરતા રહો. ગરમ હુફાળું પાણી જ પીવો,. દિવસમાં બે વખત સ્ટીમ અવશ્ય લો. 8થી 10 કલાક ઊંઘ લેવી પણ જરૂરી લેવી. 7 દિવસ બાદ ડોક્ટર સાથ ફોલોઅપ ચેક અપ જરૂર કરો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા જાન્યુઆરીમાં જાહેર કરેલ એક ગાઇડ લાઇન્સ મુજબ હોસ્પિટલથી સાજા થયેલા કોવિડના દર્દીઓને ફોલો અપ ચેકઅપ અને લો ડોઝ એન્ટીકોગ્યુલેન્ટ અથવા બ્લડ થિનરની સલાહ અપાઇ છે. જો કે આ માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કોવિડ બાદ દવાની આડઅસર અને રોગપ્રતિકારક શક્તિ ધટતા બ્લેક ફંગસની બીમારી પણ સામે આવી રહી છે. આ સ્થિતિમાં કોવિડ બાદ શરીરમાં થતાં નાાનામાં નાના બદલાવ પર નજર રાખવી જોઇએ અને 15 દિવસ બાદ ફોલો અપ ચેકઅપ કરાવવું જોઇએ.
દેશની કોરોનાની વર્તમાન સ્થિતિ
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત પાંચમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 84332 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 4002 લોકોના મોત થયા છે.