દુબઇ જનાર માટે રાહતના સમાચાર, પાસપોર્ટ, બોર્ડિગ પાસમાંથી મળશે મુક્તિ, શું છે નવી પદ્ધતિ જાણો
દુબઇ જનાર લોકો માટે સારા સમાચાર છે. દુબઇ એરપોર્ટ પર હવે નવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓને હવે બોર્ડિંગ પાસ અને પાસપોર્ટની વેરિફીકેશનની લાંબી પ્રોસેસથી મુક્તિ મળશે.

દુબઇ એરપોર્ટ પર પ્રવાસીની સુવિધા માટે આઇરિસ સ્કેનર લગાવવામાં આવ્યાં છે. જેના પગલે બોર્ડિગ પાસ અને પાસપોર્ટના વેરિફિકેશન માટે વધુ સમય નહીં આપવો પડે. આ પ્રક્રિયા બસ મિનિટોમાંજ થઇ જશે.
કોરોનાની મહામારીના કારણે ડાયરેક્ટ કોન્ટેક્ટથી બચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો છે. ત્યારે પાસપોર્ટ અને બોર્ડિગ પાસના વેરિફિકેશન માટે પણ અહીં દુબઇ એરપોર્ટ સ્કેનરનો ઉપયોગ કરાશે.
આ સ્કેનરના કારણે મિનિટોમાં જ પાસપોર્ટ કન્ટ્રોલનું કામ ઝડપથી થઇ જશે. જો કે આ સિ્સ્ટમને લઇને પ્રાઇવેસી મુદ્દે પણ સવાલ ઉભા થઇ રહ્યાં છે. જો કે આ રેજિડન્સી એન્ડ ફોરેન અર્ફસના ડેપ્યુટી ડાયરેક્ટર બોબેદ મહેયર બોને જણાવ્યું કે, ઇમિગ્રેશન ઓફિસ મુસાફરોનો ડેટા સુરક્ષિત રાખે છે, જેથી આ ડેટા થર્ડ પાર્ટી જોઇ શકતી નથી.





















