Chandrayaan-3 Land: સફળ લેન્ડિંગ માટે સીમા હૈદરે પણ રાખ્યું વ્રત, કહ્યું, સોફ્ટ લેન્ડિંગ સુધી કંઇ પણ ખાઇશ નહિ કે...
હાલ આખો દેશ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તો બીજી તરફ સીમા હૈદરે પણ મૂન મિશનની સફળતા માટે વ્રત રાખ્યું છે.
Chandrayaan-3 Land:આખો દેશ ચંદ્રયાન-3 (ભારત મિશન મૂન) મિશનની સફળતા માટે શુભેચ્છા પાઠવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાની મહિલા સીમા હૈદરે પણ મૂન મિશનની સફળતા માટે વ્રત રાખ્યું છે. મધ્યપ્રદેશમાં તેની સફળતા માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિશાની એક મસ્જિદમાં ચંદ્રયાન-3 માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ મિશનની સફળતા માટે ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી. આ દિવસોમાં, ચંદ્રયાન-3 સિવાય, એક અન્ય કીવર્ડ ગૂગલ પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે અને તે છે 'સીમા હૈદર'. તમને જણાવી દઈએ કે સીમા હૈદર સાથે જોડાયેલી વધુ એક અપડેટ સામે આવી રહી છે. જો અહેવાલોનું માનીએ તો સીમા હૈદરે ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે ઉપવાસ કર્યા છે. સીમાએ આ વાત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
સીમા હૈદરે ઉપવાસ કર્યા
પાકિસ્તાની મહિલા સીમા હૈદરે જણાવ્યું કે, તેણે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઉપવાસ રાખ્યા છે. સીમાએ તેને લગતો એક વીડિયો પણ શેર કર્યો છે. સીમાએ વીડિયોમાં આગળ કહ્યું કે મારી તબિયત સારી નથી. આમ છતાં મેં ચંદ્રયાન માટે ઉપવાસ રાખ્યા છે. જ્યાં સુધી ચંદ્રયાન-3 ચંદ્ર પર નહીં ઉતરે ત્યાં સુધી સીમા ભૂખ્યા અને તરસ્યા રહેશે. સીમાએ કહ્યું કે હું ત્યારે જ કંઈક ખાઈશ જ્યારે ચંદ્ર પર મિશન સફળતાપૂર્વક લેન્ડ થઇ જશે.
શું કહ્યું સીમા હૈદરે
પાકિસ્તાની મહિલા સીમા હૈદરનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં તે કહે છે કે, જ્યારે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થઇ જશે તે મારા ભારત માટે ગૌરવની પળ હશે. તે કહે છે કે, રાધા કૃષ્ણ પર તે ખૂબ આસ્થા રાખે છે અને દેવી દેવતાઓને પ્રાર્થના છે કે, ભારતને મૂન મિશનમાં સફળતા મળે. મારુ દુવા છે કે મારો દેશ ભારત દુનિયામાં આગળ રહે.
ઉલ્લેખનિય છે કે,23 ઓગસ્ટ એટલે આજે 5;45 મિનિટ પર ચંદ્રયાન-3 ચાંદના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના અને મસ્જિદોમાં દુવાનો સીલસીલો યથાવત છે.
આ પણ વાંચો
હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર અફવા સાબિત થયા, ઝિમ્બાબ્વેના આ ખેલાડીએ કરી પુષ્ટિ
મુકેશ અંબાણીની આ કંપનીના શેરમાં સતત ત્રીજા દિવસે નીચલી સર્કિટ, રોકાણકારોના 23,000 કરોડ ડૂબ્યા
ગોદરેજનું એન્જિન તો BHELની બેટરી, Chandrayaan-3માં ભારતીય કંપનીઓનું શું રહ્યું યોગદાન?