પેગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઇને દેશમાં ઠેર ઠેર પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યુ, જાણો
પેગમ્બર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઇને દિલ્હીની જામા મસ્જિદની બહાર અને કેટલાય રાજ્યોમાં શુક્રવારે પ્રદર્શન થયુ.
Prophet Muhammad Row: પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad) પર સસ્પેન્ડેડ ભાજપ નેતા નૂપુર શર્મા (Nupur Sharma) અને સસ્પેન્ડેડ નેતા નવિન જિંદાલ દ્વારા કરવામાં આવેલી ભડકાઉ ટિપ્પણીને વિરુદ્ધ આજે આખા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, તો વળી યુપીના પ્રયાગરાજમાં તો સ્થિતિ બેકાબુ થઇ ગઇ. ઝારખંડના રાંચીમાં આ દરમિયાન હિંસા પણ થઇ, અને કેટલાય વાહનોને આગ લગાવવામાં આવી. કોલકત્તા, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ અને બિહારમાં પણ કેટલીય જગ્યાએ વિરોધ પ્રદર્શન થયુ.
પેગમ્બર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઇને દિલ્હીની જામા મસ્જિદની બહાર અને કેટલાય રાજ્યોમાં શુક્રવારે પ્રદર્શન થયુ. ઝારખંડમાં તો કેટલાક પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો જમ્મુમાં કેટલાય વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. યુપીના લખનઉમાં પણ જોરદાર પ્રદર્શન થયુ. ઉલ્લેખનીય છે કે, ભાજપ પેગમ્બર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણી કરનારા નેતાઓને સસ્પેન્ડ કરી ચૂકી છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં કેટલાક રસ્તાઓ પર હનુમાન મંદિરની નજીક પ્રદર્શન કરવામાં આવ્યુ.લોકોની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઇ હતી. અથડામણ થતાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. ભીડના કાબુ કરવા માટે પોસીસે હવામા ફાયરિંગ પણ કર્યુ હતુ , અને શુક્રવારે નમાજ બાદ આ હંગામો થયો હતો.
વળી, જમ્મુ-કાશ્મીરમાં ભદ્રવાહ અને કિશ્તવાડના કેટલાક વિસ્તારોમાં તનાણ પેદા થયો હતો, અહીં અધિકારીઓ કર્ફ્યૂ લગાવી દીધુ હતુ. કાશ્મીના શ્રીનગર શહેરમાં પણ ઇન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી હતી. વળી કેટલાક લોકો રસ્તાં પર હંગામો કરતા દેખાયા હતા.
પશ્ચિમ બંગાળના હાવડા અને કોલકત્તાના સર્કસ પાર્કમાં પણ લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. બિહારમાં પણ કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન થયુ. આ ઉપરાંત ઝારખંડ અને કાશ્મીરમાં પણ વિરોધની તસવીરો સામે આવી હતી.
ઉત્તરપ્રદેશમાં પણ કેટલાય સ્થાન પર પ્રદર્શન થયુ, રાજ્યના સહારનપુર, મુરાદાબાદ, રામપુર અને લખનઉમાં જોરદાર નારેબાજી થઇ. પ્રયાગરાજ ઉપરાંત અતાલા વિસ્તારમાં શુક્રવારે મનાજ બાદ પથ્થરમારો પણ થયો હતો.
વળી, ગુજરાતના વડોદરા શહેરમાં પણ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યો હતા. જુમ્માની નમાજ બાદ વડોદરામાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ હતી. બિહારના મુજફ્ફરપુરમાં પણ વિરોધ પ્રદર્શન થયું. આ ઉપરાંત તેલંગાણામાં પણ સ્થિતિ બગડી હતી.
યુપીમાં પ્રયાગરાજ ઉપરાંત અટાલા વિસ્તારમાં જોરદાર વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો થયો. અહીં એડીજીની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, જોકે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસ છોડ્યા હતા.
દિલ્હીમાં સૌથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, જુમ્માની નમાજ બાદ મસ્જિદમાંથી બહાર આવેલા લોકોએ હંગામો કરી દીધો હતો. નૂપુર શર્મા અને નવિન જિંદાલ વિરુદ્ધ લોકોએ જોરદાર હંગામો કર્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં કેટલીય જગ્યાએ સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી.
યુપીના સહારનપુરના દેવબંદમાં બબાલ બાદ પોલીસે 21 લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મુરાદાબાદ, ફિરોજાબાદ, અને હાથરશમાં પણ જુમ્માની નમાજ બાદ સ્થિતિ બગડી હતી.
આ ઉપરાંત તેલંગાણાના હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. અહીં સ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ અને સાથે CRPF ને પણ તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો......
અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત
Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ