શોધખોળ કરો
Advertisement
સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની SPG સુરક્ષા હટાવાશે, ગૃહ મંત્રાલયની બેઠકમાં થયો નિર્ણય
સરકારના આ નિર્ણયનો કૉંગ્રેસે વિરોધ કર્યો છે. કૉંગ્રેસને વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે રાજકીય દ્વેષના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: સરકારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આપવામાં આવતી એસપીજી( સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ની સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હવે તેમને એસપીજીની જગ્યાએ સીઆરપીએફની ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષામાંથી પણ એસપીજી સુરક્ષા હટવાની સીઆરપીએફની ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.
સરકારના આ નિર્ણયનો કૉંગ્રેસે વિરોધ કર્યો છે. કૉંગ્રેસને વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે રાજકીય દ્વેષના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એસપીજીએ પોતાની રિપોર્ટમાં ગાંધી પરિવારને 30 વિદેશ યાત્રાનો હવાલો આપ્યો. એસપીજીએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે તેઓ સુરક્ષા વગર દેશની બહાર જતાં રહ્યાં હતા ત્યારે તેમને કોઈ પ્રકારની મુશ્કેલી નડી નહોતી.Govt Sources: Govt has decided to withdraw SPG protection from the Gandhi family(Sonia Gandhi,Rahul Gandhi and Priyanka Gandhi Vadra), they will now be accorded Z+ security pic.twitter.com/Auina87oQ8
— ANI (@ANI) November 8, 2019
SPG સુરક્ષા શું હોય છે ?
SPG દેશમાં સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા માનવામાં આવે છે. જે વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. SPG દેશના સૌથી જાંબાજ સિપાહી કહેવાય છે. વિશેષ સુરક્ષા દળ(એસપીજી) 2 જૂન, 1988માં ભારતની સંસદના એક અધિનિયમ દ્વારા બનાવવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. આ કેન્દ્રની વિશેષ સુરક્ષાદળોમાંથી એક છે. આ દળ ગૃહ મંત્રાલયને આધીન હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion