Lakhimpur Kheri Violence: મૃતક ખેડૂતોના પરિવારજનોને 45 લાખ, ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા વળતરની યોગી સરકારની જાહેરાત
એડીજી લો એન્ડ ઓર્ડ઼ર પ્રશાંત કુમારે કહ્યું કે ગઇકાલે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારોને સરાર 45 લાખ રૂપિયા અને એક સરકારી નોકરી આપશે. ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા આપશે.
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસામાં આઠ લોકોના મોત બાદ રાજનીતિ ગરમાઇ છે. લખીમપુર ખીરીની ઘટનામાં મૃતક ખેડૂતોને 45 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. હાઇકોર્ટે રિટાયર્ડ જજની દેખરેખમાં ઘટનાની તપાસ કરવામાં આવશે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ જાણકારી આપી હતી.
એડીજી લો એન્ડ ઓર્ડ઼ર પ્રશાંત કુમારે કહ્યું કે ગઇકાલે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારોને સરાર 45 લાખ રૂપિયા અને એક સરકારી નોકરી આપશે. ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા આપશે. ખેડૂતોની ફરિયાદના આધાર પર ફરિયાદ નોંધવામાં આવી છે. હાઇકોર્ટના નિવૃત જજ આ કેસની તપાસ કરશે. તેમણે કહ્યું કે કલમ 144 લાગુ હોવાના કારણે રાજકીય પક્ષોના નેતાઓએ આ જિલ્લાનો પ્રવાસ કરવા દેવામાં આવશે નહીં. જોકે, ખેડૂત સંઘોના સભ્યોને અહી આવવાની મંજૂરી છે.
નોંધનીય છે કે લખીમપુર હિંસા પર કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાના દીકરા વિરુદ્ધ એફઆઇઆર દાખલ થયા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી છે. મંત્રીએ કહ્યું કે ઘટના સમયે તેમનો દીકરો સ્થળ પર હાજર નહોતો. તેમણે ન્યાયિક તપાસની માંગ કરી હતી.
અજય મિશ્રાએ આ હિંસા માટે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને જવાબદાર ઠેરવ્યા હતા. અજય મિશ્રાએ કહ્યું કે હું અને મારો દીકરો તે સમયે ઘટનાસ્થળ પર હાજર નહોતા. આ મામલાની તપાસ કરવામાં આવવી જોઇએ. સત્ય તમામની સામે આવી જશે. હિંસામાં અમારા કાર્યકર્તા પણ મોતને ભેટ્યા છે. તેમને પણ વળતર મળવું જોઇએ. આ ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. જે દોષિત હશે તેમના પર કાર્યવાહી થવી જોઇએ
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે થયેલી હિંસાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે આ ઘટનામાં સામેલ લોકો સામે એફઆઈઆર નોંધવાની પ્રથમ માંગ કરી હતી. ખેડૂતોની પ્રથમ માંગને ધ્યાનમાં રાખીને, આશિષ મિશ્રા વિરુદ્ધ હત્યા, ગુનાહિત હત્યા, અકસ્માત અને તોફાનોની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.