શોધખોળ કરો
Advertisement
મણિપુર વિધાનસભા પરિસર બહાર ગ્રેનેડ હુમલો, CRPFના બે જવાન ઘાયલ
આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન ઇજાગ્રસ્ત થયા છે.
નવી દિલ્હીઃ ઇમ્ફાલ જિલ્લામાં મણિપુર વિધાનસભા પરિસર બહાર એક ક્લબ નજીક હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ પોલીસ હુમલાખોરોને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આ મહિને થયેલા એક આઇઇડી વિસ્ફોટમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં ચાર પોલીસ જવાન અને એક નાગરિક સામેલ છે.
એક રિપોર્ટ અનુસાર, ગ્રેનેડ હુમલામાં ઘાયલોને હોસ્પિટલ લઇ જવાયા હતા. હુમલા બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો હતો. નોંધનીય છે કે આ અગાઉ તેલીપાટી વિસ્તારમાં એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ બીએસએફ જવાન ઘાયલ થયા હતા.Hand grenade thrown near Thangmeiband club, outside Manipur assembly complex in Imphal district.Two CRPF jawans injured pic.twitter.com/ETERIrQOhH
— ANI (@ANI) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement