(Source: ECI/ABP News/ABP Majha)
વરસાદથી બચવા ઝાડ નીચે ઉભા હતા લોકો, અચાનક જ વીજળી પડી ને 4 લોકો ત્યાં જ.....
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આખા ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિલ્હી-એનઆરસીમાં વરસાદ થયો હતો. ગુરૃગ્રામમાં આકાશી વીજળી પડતાં ચાર લોકોનાં મોત થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ ઝરમર વરસાદ પડયો હતો.
દિલ્હી-એનઆરસી સહિત ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ વરસાદ થયો હતો. ગુરૃગ્રામના સેક્ટર ૮૨માં આવેલાં વાટિકા સિટી વિસ્તારમાં વીજળી ત્રાટકી હતી. આકાશમાથી વીજળી પડતા મોટી હોનારત સર્જાઇ હતી અને 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ચારેય પૈકી 3 લોકો સિગ્નેચર બિલાજ સોસાયટીમાં કામ કરનાર કર્મચારીઓ હતા. જેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો એક સુપરવાઇઝર પર આ ઘટનામાં ઘાયલ થયો હતો.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી બચવા માટે કેટલાક લોકો ઝાડ નીચે ઉભા છે. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડી અને ઝાડ નીચે ઉભેલા લોકો પર પડી. આકાશમાં વીજળી પડતા જ હાજર તમામ લોકો ત્યાં પડી જાય છે.
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો. દિલ્હી, નોઇડા, ગાજિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે 12 માર્ચે દિલ્હીમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.
વરસાદના એક દિવસ પહેલા દિલ્હી અને એનસીઆરની હવા ખરાબ બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર એક ક્વોલિટી બુલેટિનના મતે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 242 નોંધાયો હતો. ફરિદાબાદમાં 277, ગાજિયાબાદમાં 287 અને ગ્રેટર નોઇડામાં 307 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો.