Happy New Year 2024: મહાત્મા ગાંધીથી લઇને ભગત સિંહ સુધી, 2023 પૂર્ણ થતા બાળકોએ દેશના નાયકોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ Video
Happy New Year 2024: નાના બાળકો દેશના મહાન પુરુષોને યાદ કરી રહ્યા છે જેમણે રાષ્ટ્રના ઇતિહાસ અને ભાગ્યને આકાર આપ્યો છે
Happy New Year 2024: વર્ષ 2023 સમાપ્ત થઇ ગયું છે અને વર્ષ 2024ની શરૂઆત થઇ ચૂકી છે. લોકોએ નવા વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ભારતની ભાવિ પેઢી એવા નાના બાળકો દેશના મહાન પુરુષોને યાદ કરી રહ્યા છે જેમણે રાષ્ટ્રના ઇતિહાસ અને ભાગ્યને આકાર આપ્યો છે.
The future generation pays tribute to our heroes as 2023 ends....... with The New Bharat pic.twitter.com/VC9uPCXQmz
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 31, 2023
વીડિયોમાં નાના બાળકોએ મહાત્મા ગાંધી, એપીજે અબ્દુલ કલામ, ભગત સિંહ, બિરસા મુંડા અને અન્ય ક્રાંતિકારીઓનો વેશ ધારણ કરીને તેમના જીવનમાંથી પ્રેરણાદાયક સંદેશ આપે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બ્રિટિશ સંસ્થાનવાદ સામે અહિંસક સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું. ભારતના મિસાઈલ મેન એપીજે અબ્દુલ કલામે 11મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને દેશની વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિમાં યોગદાન આપ્યું હતું. ક્રાંતિકારી શહીદ ભગત સિંહે ભારતની આઝાદી માટે 23 વર્ષની ઉંમરે બલિદાન આપ્યું હતું. આદિવાસી નેતા બિરસા મુંડાએ અંગ્રેજોના શોષણ સામે બળવો કર્યો હતો. બાળકો દરેકને નવા વર્ષ 2024 ની શુભેચ્છા પાઠવતા અને આ નાયકોના આદર્શોને અનુસરવા વિનંતી કરી રહ્યા છે. આ સાથે વીડિયોનો અંત થાય છે.