Haryana Violence: ગુરુગ્રામમાં મસ્જિદના ઇમામની હત્યા, VHPએ NIA તપાસની કરી માંગ, પલવલમાં 25 ઝૂંપડીઓમાં લગાવાઇ આગ
હરિયાણાના નૂહમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા ગુરુગ્રામ સુધી ફેલાઈ છે
Haryana News: હરિયાણાના નૂહમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા ગુરુગ્રામ સુધી ફેલાઈ છે જ્યાં ગઈકાલે રાત્રે એક મસ્જિદના ઈમામની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત એક ભોજનાલયને આગ લગાડવામાં આવી હતી અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. મંગળવારે આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે સોમવારે મધ્યરાત્રિએ ગુરુગ્રામના સેક્ટર 57માં એક નિર્માણાધીન મસ્જિદને આગ લગાવીને ટોળાએ નાયબ ઈમામની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
#WATCH | Haryana: Aftermath of violence that was seen in Gururgam's Badshahpur last night pic.twitter.com/OnjAFMQ4nK
— ANI (@ANI) August 2, 2023
એક દિવસ પહેલા નૂહમાં હુમલા બાદ વધુ બે લોકોના મોત થયા હતા, જેની સાથે મૃતકોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નૂહમાં 10 પોલીસકર્મીઓ સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
સોહનામાં વાહનો અને દુકાનોને આગ લગાડી
અધિકારીઓએ મંગળવારે સવારે નૂહ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો હતો. સુરક્ષા દળોએ આસપાસના જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી અને ઘણી શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી. ટોળાએ નૂહના ખેડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સરઘસને નિશાન બનાવ્યાના કલાકો પછી ગુડગાંવના સોહના શહેરમાં તોફાનીઓએ વાહનો અને દુકાનોને આગ ચાંપી હતી. સોમવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં પોલીસે સોહના ભીડને વિખેરી નાખી હતી. જેના કારણે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
#WATCH | Visuals from Haryana's Nuh where police force has been deployed after a clash broke out between two groups on July 31.
— ANI (@ANI) August 2, 2023
Section 144 has been imposed and mobile internet services have been temporarily suspended in the district. pic.twitter.com/Txd5uC74pn
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈમામનું મોત થયું હતું
પરંતુ મધરાત બાદ બીજા જૂથે નિર્માણાધીન અંજુમન મસ્જિદમાં આગ લગાવી દીધી હતી. ટોળા દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં નાયબ ઇમામ સાદ (26) અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે બિહારના રહેવાસી ઈમામનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. મસ્જિદ પર હુમલાના સંબંધમાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુરુગ્રામના બાદશાહપુરમાં મંગળવારે બપોરે જય શ્રી રામના નારા લગાવતા ટોળાએ રસ્તાની બાજુના ભોજનશાળામાં આગ લગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે નજીકના બજારની કેટલીક દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
નૂહ હિંસાના વિરોધમાં વેપારીઓએ 20 કિલોમીટર લાંબા બાદશાહપુર-સોહના રોડ પર દુકાનો બંધ કરી દીધી હતી. રાષ્ટ્રીય રાજધાનીને અડીને આવેલા ગુરુગ્રામના ઘણા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં લોકો પરેશાન રહ્યા હતા. એવા અપ્રમાણિત અહેવાલો પણ હતા કે જિલ્લાના કેટલાક ભાગોમાં મુસ્લિમ રહેવાસીઓ તેમના ઘર છોડી રહ્યા છે. પરંતુ પ્રશાસને આ વાતને નકારી કાઢી છે અને લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.
સીએમ ખટ્ટરે બેઠકની સમીક્ષા કરી
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે નૂહ હિંસા 'મોટા ષડયંત્ર'નો ભાગ હોય તેવું લાગે છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોઈ પણ તોફાનીને બક્ષવામાં આવશે નહીં. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ દાવો કર્યો હતો કે હિંસા "યોજિત" હતી. તેમણે કહ્યું હતું કે “કોઈએ ષડયંત્ર રચ્યું છે પરંતુ હું કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી. અમે આની તપાસ કરીશું અને દરેક જવાબદાર વ્યક્તિને ન્યાય અપાશે.
VHPએ NIA તપાસની માંગ કરી છે
દિલ્હીમાં VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે નૂહમાં ધાર્મિક સરઘસ દરમિયાન હિન્દુઓ સામે 'પૂર્વ આયોજિત' હુમલો થયો હતો અને હરિયાણામાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ હુમલાખોરોને ઉશ્કેર્યા હતા. તેમણે રાજ્ય સરકાર પર ગુપ્તચર નિષ્ફળતાનો પણ આરોપ લગાવ્યો અને NIA દ્વારા તપાસની માંગ કરી હતી.
70 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે
મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું હતું કે અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ અને હરિયાણા પોલીસની 30 કંપનીઓ નૂહમાં તૈનાત છે. 44 FIR નોંધવામાં આવી છે અને 70 લોકોની અટકાયત કરવામાં આવી છે. જિલ્લામાં હિંસા દરમિયાન ઓછામાં ઓછા 120 વાહનોને નુકસાન થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે નૂહ હિંસા અને ગુરુગ્રામમાં મસ્જિદ પર હુમલા બાદ મંદિરો અને મસ્જિદોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.