ઓક્સિજન લેવલ નોર્મલ કરવા મેડિકલ પૂવ્ડ આ ટેકનિક છે ફાયદાકારક, બચાવી શકાય છે દર્દીનો જીવ, જાણો પ્રોનિંગની સાચી રીત
જો ઓક્સિજન લેવન 94થી નીચે આવી જાય તો હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીએ પ્રોનિંગ કરવું જોઇએ. પ્રોનિંગની આ ટેકનિક ઓક્સિજન લેવલ સુધારીને દર્દીનો જીવ બચાવી શકે છે.
જો ઓક્સિજન લેવન 94થી નીચે આવી જાય તો હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીએ પ્રોનિંગ કરવું જોઇએ. પ્રોનિંગની આ ટેકનિક ઓક્સિજન લેવલ સુધારીને દર્દીનો જીવ બચાવી શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું છે કે, જે કોરોનાની દર્દી હોમ આઇસોલેશનમાં હોય અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય તો પ્રોનિંગ એક બેસ્ટ ઉપાય છે. તેનાથી દર્દીનો જીવ પણ બચાવી શકાય છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ આઇસૂયીમાં રહેલા દર્દીઓ માટે પણ પ્રોનિગ કારગર સાબિત થઇ રહ્યું છે.
શું હોય છે પ્રોનિંગ
પ્રોનિંગની આ પોઝિશન શ્વાસ લેવામાં આરામ અને ઓક્સિકરણમાં સુધાર કરવા માટેની મેડિકલ પ્રૂવ ટેકનિક છે. આ પોઝિશનનમાં દર્દીને પેટ પર ઉલ્ટો સૂવાડવામાં આવે છે. આ પ્રક્રિયા 30 મિનિટથી 2 કલાક સુધીની હોય છે. તેના કારણે ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે અને ફેફસા સારી રીતે કામ કરે છે.
ઓક્સિજનેશનમાં આ પ્રક્રિયાને 80 ટકા સફળ માનવામાં આવી રહી છે. નિષ્ણાતના મત મુજબ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોય તો હોસ્પિટલ ભાગતા પહેલા આ ટેકનિક કરવી હિતાવહ છે. આ ટેકનિકથી દર્દીની બગડતી હાલતને સુધારી શકાય છે.
કેવી રીતે કરશો પ્રોનિંગ
પ્રોનિંગ કરવા માટે 4થી5 તકિયાની જરૂર પડે છે
- સૌથી પહેલા દર્દીને પેટ પર ઉલ્ટો સૂવાડવામાં આવે છે
- એક તકિયો ગરદની નીચે સામેની તરફ રાખો
- એક કે બે તકિયા પેટ અને છાતીની બરાબર નીચે રાખો
- બાકીના 2 તકિયાના પગના પંજોની નીચે દબાવીને રાખો
- આ સમય દરિયાન દર્દીએ ઊંડા અને લાંબા શ્વાસ લેવા
- 30 મિનિટથી માંડીને 2 કલાક સુધી આ સ્થિતિમાં રહેવાથી આરામ મળે છે
- જો કે 2 કલાક દરમિયાન દર્દીની પોઝિશન બદલવી જરૂરી છે
- દર્દીને થોડો સમય ડાબા કે જમણા પડખે સૂવાડી શકાય
- પ્રોનિંગથી ઓક્સિજન લેવલ નોર્મલ થવા લાગે છે
પ્રોનિંગ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો
- જમ્યાં બાદ તરત જ પ્રોનિંગ ન કરવું
- આ પ્રક્રિયા કરતી વખતે શરીરના દુખાવા, ઇજાનું ધ્યાન રાખો
- દબાણ ક્ષેત્રને બદલવા અને આરામ આપવા માટે તકિયાને એડજસ્ટ કરો
પ્રોનિંગ ક્યારે કરવી જોઇએ?
- પ્રેગ્નન્ટ મહિલાએ ક્યારેય પ્રોનિંગ ન કરવું
- ગંભીર કાર્ડિયાક સ્થિતિમાં પણ પ્રોનિંગ ન કરવું
- જો પેલ્વિક ફેકચર હોય તો પ્રોનિંગથી નુકસાન થઇ શકે છે
- સ્પાઇનલથી જોડી કોઇ પરેશાની હોય તો વધી શકે છે
- ભોજન કર્યાના તરત બાદ પ્રોનિંગ કરવાનું ટાળો