શોધખોળ કરો

Delhi: હવે વીડિયો કોલ મારફતે રેફર કરી શકાશે દર્દી, કેન્દ્ર સરકારે CGHSના નિયમો કર્યા સરળ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પેકેજ દરોમાં પણ સુધારો કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (CGHS) ના લાભાર્થીઓને હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં રાહત આપવાની કવાયતમાં તબીબી અધિકારી પાસે તપાસ માટે ફરજિયાત જવાના નિયમને નાબૂદ કરવામાં આવ્યો છે. હવે લાભાર્થીઓ મેડિકલ ઓફિસર પાસે ગયા વિના પણ હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરી શકશે. એટલું જ નહીં, વીડિયો કોલ દ્વારા રેફરલની સુવિધા પણ મળશે. આ સુવિધા આપવાની સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પેકેજ દરોમાં પણ સુધારો કરવાનો નિર્ણય લીધો છે.

હવે વેલનેસ સેન્ટરમાં જવું જરૂરી નથી

રેફરલ પ્રક્રિયાને સરળ બનાવવાથી કર્મચારીઓ માટે સારવાર મેળવવામાં સરળતા રહેશે. અત્યાર સુધી CGHS લાભાર્થીએ પોતાની અથવા તેમના પરિવારની સારવાર માટે CGHS વેલનેસ સેન્ટરમાં જવું પડતું હતું. આ પછી જ હોસ્પિટલમાં રેફર કરવાની પ્રક્રિયા પૂર્ણ થતી હતી. પરંતુ હવે જો લાભાર્થી વેલનેસ સેન્ટરમાં જવા માટે અસમર્થ હોય તો તે કોઈને તેના દસ્તાવેજો સાથે વેલનેસ સેન્ટર મોકલી શકે છે. દસ્તાવેજો તપાસ્યા પછી તબીબી અધિકારી લાભાર્થીને હોસ્પિટલમાં જવા માટે રેફર કરી દેશે. રેફરલ સંબંધિત પ્રક્રિયા પણ વીડિયો કોલ દ્વારા પૂર્ણ કરી શકાય છે.

પેકેજ દરોમાં સુધારો કરવાની દરખાસ્ત

એક પત્રકાર પરિષદમાં આ સંદર્ભમાં માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે CGHS સુવિધાનો લાભ લેનારા કર્મચારીઓ લાંબા સમયથી CGHS પેકેજ દરમાં સુધારો કરવાની માંગણી કરી રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે કન્સલ્ટેશન ફી, આઈસીયુ ફી અને રૂમ ભાડાના CGHS પેકેજ દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે.

- OPD કન્સલ્ટેશન 150 થી 300 રૂપિયા

- IPD કન્સલ્ટેશન 300 થી 350 રૂપિયા

- રૂમનું ભાડું રૂ.1000. (સામાન્ય), રૂ.2000 (સેમી પ્રાઈવેટ) અને રૂ.3000 (ખાનગી) થી અનુક્રમે રૂ.1500. રૂ.3000 અને રૂ.4500

- ICU રૂમના દરો વધારવાનો પ્રસ્તાવ

Maharashtra Covid Update: મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે (14 એપ્રિલ) મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ નોંધાતા  રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે.  આ સંક્રમણના કારણે ચાર લોકોના મોત પણ થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે (13 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના 1086 નવા કોરોના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે (12 એપ્રિલ) રાજ્યમાં કોરોના સંક્રમણના 1,115 નવા કેસ નોંધાયા હતા

છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર  કરાયેલા કોરોના બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ સુધી 80 લાખ 126 લોકો સારવાર બાદ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. સૌથી વધુ સક્રિય કેસ મુંબઈમાં છે. મુંબઈમાં કોરોનાના 1643 સક્રિય કેસ છે. થાણેમાં 1056 સક્રિય કેસ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget