Heatwave Alert: તાપમાન 45 ડિગ્રી પાર , આ પાંચ રાજ્યો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણીએ જણાવ્યું હતું કે બુધવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું
IMD Alert Heatwave: દેશમાં વધતી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Heatwave: IMD issues orange alert for 5 states, temperatures cross 45 degree Celsius in several parts
— ANI Digital (@ani_digital) April 28, 2022
Read @ANI Story | https://t.co/t4jgGfbF7o#Heatwave #Delhi #summer #IMD #OrangeAlert pic.twitter.com/1HB4VSxMUg
હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણીએ જણાવ્યું હતું કે બુધવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. તેમણે કહ્યું, આને ધ્યાનમાં રાખીને અમે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વધુમાં જેનામણીએ જણાવ્યું હતું કે મેના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની શક્યતા વધી શકે છે. એક ભલામણમાં કહેવામાં આવ્યું છે કે તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પશ્ચિમ ભારત 2 મેથી પ્રભાવિત થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2-4 મે દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં વાવાઝોડા/વીજળી સાથે હળવો/મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે, આના કારણે 3 અને 4 મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં અલગ અલગ સ્થળો પર છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. IMD એ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તેમજ આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિની જાણકારી આપી હતી.