શોધખોળ કરો
Advertisement
ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં થઈ શકે છે ધોધમાર વરસાદ?
હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર-પૂર્વી, દક્ષિણ અને પશ્ચિમ દરિયા કિનારે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
નવી દિલ્હી: હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર-પૂર્વી, દક્ષિણ અને પશ્ચિમ દરિયા કિનારે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેનાથી કર્ણાટકના દરિયા કિનારામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. કરેળ, લક્ષદ્વીપમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
શનિવારે અને રવિવારે પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં સારો વરસાદ નોંદાયો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદના કારણે 14 જળાશયોમાં પાણી ભરાઈ ગયા છે. નાસિકમાં 24 કલાકમાં 17 સેમી કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગોદાવરી નદી કિનારે 250 પરિવારોને સુરક્ષીત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement