શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં એયરક્રાફ્ટ ક્રેશ, ટ્રેઈની પાયલટનું થયું મોત
યૂપીના આઝમગઢમાં ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક ટ્રેઈની પાયલટનું મોત થયું છે.
લખનઉ: યૂપીના આઝમગઢમાં ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક ટ્રેઈની પાયલટનું મોત થયું છે. ક્રેશ થવાના કારણે એયરક્રાફ્ટના ટુકડા થયા હતા. તેનો કાટમાળ ઘણા ખેતરોમાં ફેલાઈ ગયો હતો. પાયલટનો મૃતદેહ એયરક્રાફ્ટના કાટમાળથી આશરે 300 મીટર દૂર મળી આવ્યો હતો. ખરાબ હવામાન વચ્ચે આકાશમાં એરક્રાફ્ટ અનિયંત્રિત થતું જોવા મળ્યું અને જોત જોતામાં તો ખેતરમાં જઈને પડ્યું હતું.
આ અકસ્માતમાં પાયલટ કોર્ણાક સરનનું મોત થયું. એયરક્રાફ્ટ ક્રેશ થવાનો અવાજ સાંભળી ગામના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સૂચના મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વિમાન રાયબરેલીના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાણ અકાદમીથી સવારે ઉડાણ ભરી હતી. 11 વાગ્યા સુધી વારાણસીના લાલ બહાદૂર શાસ્ત્રી અંતરારાષ્ટ્રીય હવાઈ એરપોર્ટની રડાર પરહ હતું, ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો.
એરક્રાફ્ટને મઉ જનપથ જઈને પાછા ફરવાનું હતું. પરંતુ આઝમગઢમાં પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઈક્કા લિંક કંટ્રોલ સેન્ટરથી સંપર્ક તૂટી ગયો. એરક્રાફ્ટ અનિયંત્રિત થઈને ખેતરમાં જઈ પડ્યું. પાયલટની ઓળખ કોણાર્ક સરન તરીકે થઈ છે. એસપી સુધીર કુમાર સિંહ સાથે અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે વારાણસી એરપોર્ટ અને રાયબરેલી ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાણ અકાદમને જાણકારી આપવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement