રાશન કાર્ડ માટે મોબાઈલથી કરી શકશો ઓનલાઈન અરજી, UMANG એપ પર જઈને ફોલો કરો આ સ્ટેપ્સ
આ માટે તમારે સરકારી ઓફિસમાં જવાની જરૂર રહેશે નહીં. જો તમે વિચારી રહ્યા છો કે તમારે કોઈ વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે, તો એવું નથી. તમે તમારા મોબાઈલ ફોનથી જ તેના માટે અરજી કરી શકો છો
રાશનકાર્ડ એ ભારતીય નાગરિકો માટે ભારત સરકાર દ્ધારા જાહેર કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. રાશનકાર્ડમાં તમારી વ્યક્તિગત વિગતો જેમ કે નામ, સરનામું તેમજ તમારા પરિવારના સભ્યોની વિગતો હોય છે. રાશનકાર્ડ દ્વારા, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે તે જાણી શકાય છે. રાશનકાર્ડ દ્ધારા તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ લઈ શકો છો. જો તમારી પાસે રાશનકાર્ડ નથી તો ચિંતા કરશો નહીં. તમે ઘરે બેઠા રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારે સરકારી ઓફિસમાં જવાની જરૂર રહેશે નહીં. જો તમે વિચારી રહ્યા છો કે તમારે કોઈ વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે, તો એવું નથી. તમે તમારા મોબાઈલ ફોનથી જ તેના માટે અરજી કરી શકો છો. તમારે ફક્ત ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. આજે આ લેખમાં અમે તમને ઉમંગ એપ પરથી રાશનકાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.
રાશનકાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની ઘણી રીતો છે. આજકાલ કોઈ પણ વ્યક્તિ લાંબી લાઈનમાં કલાકો વિતાવવા માંગતું નથી. કોઈ પણ વ્યક્તિ માટે સરકારી ઓફિસમાં જવું સરળ નથી. આ કારણોસર દરેક વ્યક્તિ ઓનલાઈન અરજી કરવાનું વિચારે છે. તમે તમારા રાજ્યના સરકારી પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો છો. અથવા તમે ઉમંગ એપ દ્વારા ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
ઉમંગ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકે છે. આઈફોન યુઝર્સ એપલ એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકે છે. તમે આ એપ દ્વારા ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. EPFO સંબંધિત માહિતી હોય કે જન્મ પ્રમાણપત્ર મેળવવું, આ એપ પર બધું જ કામ થાય છે.
આ સ્ટેપને ફોલો કરો
રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા ફોનમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. તમે મોબાઈલ નંબર દ્વારા તેના પર નોંધણી કરાવી શકો છો.
એપ ખોલતાની સાથે જ તમે હોમ પેજ પર પહોંચી જશો. આ પછી તમારે Services સેક્શન પર ક્લિક કરવું પડશે.
તમને નીચે ડાબી બાજુ આ વિકલ્પ મળશે.
આ પછી નીચે સ્ક્રોલ કરો અને નીચે આવો અને પછી Utility Services સેક્શન હેઠળ તમને રાશન કાર્ડ સંબંધિત ઘણા વિકલ્પો મળશે.
તમારે Apple Ration Card પર ક્લિક કરવું પડશે.
હવે તમારું રાજ્ય પસંદ કરો અને પછી પૂછવામાં આવતી વિગતો ભરો.
તમારે તમારી અંગત વિગતો જેમ કે નામ, પિતાનું નામ અને જન્મ તારીખ દાખલ કરવી પડશે.
આ પછી તમારે સરનામું ભરવું પડશે. પછી તમારે અન્ય વિગતો આપવી પડશે.
અંતે તમારે દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આ પછી તમે સબમિટ બટન પર ક્લિક કરીને બધી વિગતો સબમિટ કરી શકો છો.
આ વાત ધ્યાનમાં રાખો
હાલમાં ઉમંગ એપ દ્ધારા ફક્ત થોડા રાજ્યોના લોકો જ રાશનકાર્ડ માટે અરજી કરી શકે છે. આમાં ચંડીગઢ, લદ્દાખ તેમજ દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. ફક્ત અહીંના લોકો જ રાશનકાર્ડ માટે અરજી કરી શકે છે. આગામી સમયમાં આ સેવા વધુ રાજ્યો માટે શરૂ કરવામાં આવશે.





















