(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirusથી બચાવા માટે કેવું માસ્ક પહેરવું અનિવાર્ય, જાણો એકસ્પર્ટનો મત
કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતાં. એકસપર્ટ હવે ડબલ માસ્ક લગાવવની સલાહ આપે છે.
Coronavirusકોરોના વાયરસની બીજી લહેરના કારણે મોતનું તાંડવ દેશમાં જોવા મળી રહ્યું છે. દેશમાં 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં એકસ્પર્ટ માસ્કને રક્ષા ક્વચ માને છે. એક્સ્પર્ટના મત મુજબ જો N-95 અથવા ક્લોઝનું ડબલ માસ્ક લગાવવામાં આવે તો કોવિડ વાયરસના સંક્રમણથી 95 ટકા બચાવ થઇ શકે છે. અમેરિકામાં સેન્ટ્રલ ઓફ ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સીડીસીએ માસ્ક સંબંધિત એક સ્ટડી કરી છે. આ સ્ટડીનું તારણ છે કે., જો કોઇ ડબલ માસ્ક વ્યવસ્થિત પહેરે તો 95 ટકા વાયરસ સંક્રમણથી બચાવ થઇ શકે છે.
ડબલ માસ્ક કેવી રીતે પહેરશો?
બીજી લહેરમાં આપે સાંભળ્યું હશે કે, કોરોનાથી બચવા માટે ડબલ માસ્ક જરૂરી છે. જો કે માસ્ક ડબલ કે સિંગલ યોગ્ય રીતે અને વ્યવસ્થિત પહેરવું જરૂરી છે નહિતો તેનો હેતુ સરતો નથી. મોટાભાગના લોકો માસ્ક પહેરાવની યોગ્ય રીત નથી જાણતા.
-એકસ્પર્ટ મુજબ કોરોના વાયરસથી બચવા માટે હવે ક્લોથ માસ્ક અને એક N-95 માસ્ક જરૂરી છે.
-ડબલ માસ્કમાં એક કપડાનું અને એક સર્જિકલ માસ્ક હોવું જોઇએ.
-પહેલા સર્જિકલ માસ્ક પહેલો બાદ તેના પર કપડાનું માસ્ક પહેરો
-માસ્ક એ રીતે પહેરો કે, નાક અને મોં સંપૂર્ણ રીતે કવર થાય.
-જો આપ N-95 માસ્ક યુઝ કરતા હો તો ડબસ માસ્કની જરૂર નથી રહેતી.
-સર્જિકલ માસ્કને માત્ર એક વાર યુઝ કરવું જોઇએ
-માસ્કને પહેર્યા બાદ વારંવાર ટચ ન કરવું જોઇએ
-માસ્ક ઉતાર્યાં બાદ હાથને સેનેટાઇઝ કરવા જોઇએ
-કપડાના માસ્કને રોજ ગરમ પાણીમાં ધોવું જોઇએ.
-જો સર્જિકલ માસ્ક ભીનું થઇ જાય તો તેનો ઉપયોગ ન કરવો જોઇએ
-સર્જિકલ માસ્ક ઉતાર્યા બાદ તરત જ ડિસ્પોઝ કરવું જોઇએ
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 65 લાખ 30 હજાર 132
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467
કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399
કુલ મોત - 2 લાખ 99 હજાર 399
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.