શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદમાં આખી રાત તુટી પડ્યો ધોધમાર વરસાદ ને પછી થઈ આવી હાલત, જુઓ તસવીરો
શનિવારની રાતે હૈદરાબાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.
હૈદરાબાદ: હાલ દેશના દક્ષિણ ભાગમાં વરસાદે કાળો કહેર જોવા મળી રહ્યો છે જેને કારણે ઘણાં વિસ્તારોમાં જનજીવન અસ્તવસ્ત થઈ ગયું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ચૂક્યો છે. હૈદરાબાદના રસ્તાઓ નદીઓ વહેત થઈ હતી. અનેક વાહનો પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે.
શનિવારની રાતે હૈદરાબાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા વરસાદથી ભારે અફરાતફરી મચી ગઈ છે. ભારે વરસાદને કારણે જનનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગે આજે પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં વરસાદના કારણે 50 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ડીઆરએફ અને જીએચએમસીની ટીમ સતત કામગીરી કરી રહી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂર બાદ કામગીરી અને ફરીથી જનજીવન શરૂ કરવા માટે તત્કાલ રીતે 2250 કરોડ રૂપિયાની મદદ માંગી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં 9-13 ઓક્ટોબર સુધીના ભારે વરસાદથી જનજીવન અને પૂરના કારણે લગભગ 4450 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સડક અને વિજળીના થાંભલાઓને ભારે નુકસાન થયું છે તો અન્ય તરફ ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion