શોધખોળ કરો
Advertisement
હૈદ્રાબાદ ગેંગરેપના મુખ્ય આરોપીનો ચોંકાવનારો ખુલાસો, મહિલા ડોક્ટરને જીવતી જ.......
ઘટનાના મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ના જાય તે માટે તેમણે મહિલાનાં હાથ પગ બાંધી દીધા હતા.
નવી દિલ્હીઃ તેલંગાનાની રાજધાની હૈદ્રાબાદમાં મહિલા વેટનરી ડોક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને શબને સળગાવવના મામલે 4 આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. આ પહેલા પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલે મહત્ત્વના ખુલાસા કર્યા હતા. સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગેંગરેપ અને હત્યા જેવા જધન્ય અપરાધના મુખ્ય આરોપીએ જણાવ્યું હતું કે, જે સમયે ચારેય આરોપી ડોક્ટરનને મરેલ સમજીને સળગાવી હતી, જોકે તે સમયે તે જીવીત હતી.
ઘટનાના મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ના જાય તે માટે તેમણે મહિલાનાં હાથ પગ બાંધી દીધા હતા. ચારેય જણાએ રેપ બાદ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો, જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેને ગાડીમાં નાખીને પુલની નીચે લઇ ગયા, ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલ નાખીને પીડિતાને સળગાવી દીધી હતી.
આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતુ કે મહિલા મરી ગઈ છે, પરંતુ જ્યારે તેમણે તેને સળગાવી ત્યારે તે ચીસો પાડવા લાગી. આરોપી પાશાએ કહ્યું કે તે લોકો મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર પોલીસની પકડથી બચવા માટે તેમણે પીડિતાને સળગાવી હતી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં સાઇબરાબાદ ટોલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી આવી હતી.
મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી, પછી લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી અને ફ્લાઇઑવર નીચે ફેંકી દીધી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે મહિલાની સ્કૂટી પંક્ચર કરી હતી, જેથી તેઓ મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion