શોધખોળ કરો

આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 

મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી. મંત્રીપરિષદ દ્વારા મધ્યપ્રદેશ સરકારની તમામ સેવાઓમાં મહિલાઓ માટે 35 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી. મંત્રીપરિષદ દ્વારા મધ્યપ્રદેશ સરકારની તમામ સેવાઓમાં મહિલાઓ માટે 35 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીમંડળની બેઠક બાદ મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે, “મધ્યપ્રદેશમાં અનામતને સરકારી સેવાઓ હેઠળની તમામ ભરતીમાં 33 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો અને આજે તેને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યમાં મહિલા સશક્તિકરણ તરફ આ એક મોટું પગલું છે.

કેબિનેટ મીટિંગમાં લેવામાં આવેલા આ મોટા નિર્ણયો 

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા શુક્લાએ કહ્યું કે કેબિનેટે રાજ્યમાં 254 નવા ખાતર વેચાણ કેન્દ્રોના ઉદ્ઘાટનને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી શુક્લાએ જણાવ્યું હતું કે મંત્રીઓએ સરનીમાં 660 મેગાવોટની ક્ષમતાનો મહત્વપૂર્ણ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે. આ માટે કુલ 830 મેગાવોટ પાવર પ્લાન્ટ એકમો (205 મેગાવોટની ક્ષમતાના બે પાવર પ્લાન્ટ અને 210 મેગાવોટની ક્ષમતાના અન્ય બે પ્લાન્ટ) બંધ કરવામાં આવશે.

શિક્ષકોની ભરતી અંગેનો મોટો નિર્ણય 

તેમણે વધુમાં માહિતી આપી કે કેબિનેટે મેડિકલ કોલેજમાં સહાયક પ્રોફેસરની ભરતી વય 40 વર્ષથી 50 વર્ષ સુધી વધારવાની મંજૂરી પણ આપી છે. શુક્લાએ કહ્યું કે રીવામાં યોજાયેલી પ્રાદેશિક ઔદ્યોગિક પરિષદ એકદમ સફળ રહી અને આશરે 4,000 રોકાણકારો અને વેપારીઓએ સંમેલનમાં ભાગ લીધો. સંમ્મેલનમાં 31,000 કરોડની રોકાણની દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી અને આ રાજ્યમાં 28,000 થી વધુ રોજગારની તકો ઉભી થશે.

જીઆઈએસ -2025 પરિષદનું આયોજન  

જણાવી દઈએ કે પ્રાદેશિક ઉદ્યોગ સમ્મેલન નિવેશ મધ્યપ્રદેશ- 'વૈશ્વિક નિવેશક શિખર સમ્મેલન -2025' ના  પૂર્વ આયોજનના રૂપમાં  પ્રદેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જીઆઈએસ -2025 આવતા વર્ષે 7 અને 8 ફેબ્રુઆરીએ ભોપાલમાં કરાશે.  જીઆઈએસ -2025 કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ મધ્યપ્રદેશને અનુકૂળ રોકાણ સ્થળ તરીકે સ્થાપિત કરવો અને રાજ્યની ક્ષમતાઓ, વિપુલ સંસાધનો અને અનુકૂળ ઔદ્યોગિક વાતાવરણનો ઊજાગર  કરવા અને દેશના અગ્રણી રાજ્યોમાં તેનો સમાવેશ કરવો છે.

રાજ્યના આ જિલ્લાઓમાં પણ આયોજન હાથ ધરાયું 

પ્રાદેશિક ઉદ્યોગ સમ્મેલનનું   પ્રથમ આયોજન આ વર્ષે ઉજ્જેનમાં 1 અને 2 માર્ચે યોજવામાં આવ્યું હતું. આ પછી 20 જુલાઈના રોજ જબલપુરમાં બીજું આયોજન, ત્રીજુ આયોજન  28 ઓગસ્ટના રોજ ગ્વાલિયરમાં, સાગરમાં 27 સપ્ટેમ્બરના રોજ ચોથુ આયોજન અને ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ રેવામાં પાંચમું આયોજન યોજવામાં આવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget