IMD Alert : શું મે મહિનામાં નહીં સતાવે ગરમીનો ત્રાસ? હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી હવામાન આ પ્રકારનું જ યથાવત રહેશે. હવામાનમાં આ ફેરફાર કેમ થઈ રહ્યો છે? શું આ પરિવર્તન આવનારી મોટી સમસ્યાનો સંકેત છે?
Weather Changing : માર્ચનો અંત અને એપ્રિલની શરૂઆત થતાં જ દેશના તમામ વિસ્તારોમાં ઉનાળાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. પરંતુ એક જ સપ્તાહની આકરી ગરમી બાદ હવામાનમાં એવો વળાંક આવ્યો છે કે, અત્યાર સુધી કુલર અને એસીની જરૂર જ રહી ગઈ નથી. ભારતીય હવામાન વિભાગે આગામી સમયને લઈને પણ આગાહી કરી છે જે ગરમીમાંથી રાહત આપનારી સાબિત થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી હવામાન આ પ્રકારનું જ યથાવત રહેશે. હવામાનમાં આ ફેરફાર કેમ થઈ રહ્યો છે? શું આ પરિવર્તન આવનારી મોટી સમસ્યાનો સંકેત છે?
ફેબ્રુઆરી 2023ના પ્રથમ અઠવાડિયામાં જ ગુજરાત, રાજસ્થાન, કોંકણ, ગોવા અને કોસ્ટલ કર્ણાટક સહિત ભારતના ઘણા ભાગોમાં 35 થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે અભૂતપૂર્વ ઉચ્ચ તાપમાન જોવા મળ્યું હતું. ભારતીય હવામાન વિભાગે ફેબ્રુઆરી 2023માં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરી, મેદાનોમાં શુષ્ક હવામાન અને પહાડીઓમાં ઓછો વરસાદ અને હિમવર્ષા માટે તાપમાનમાં અચાનક વધારો અને ત્યારપછીના હવામાનમાં ફેરફારને જવાબદાર ગણાવ્યું છે.
ઉનાળાની શરૂઆતમાં એટલે કે, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં, IMDએ કોંકણ અને મહારાષ્ટ્રના ભાગો માટે હીટવેવ એલર્ટ જારી કર્યું હતું. હવામાન વિભાગની આ ચેતવણી થોડા દિવસો માટે જ હતી અને ત્યારબાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-9 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું.
IMDએ અહેવાલ આપ્યો છે કે, વિરોધી ચક્રવાતને કારણે ફેબ્રુઆરીમાં ઉચ્ચ તાપમાન થયું હતું. જ્યારે તાપમાન ઉંચુ રહ્યું છે અને તેમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદના કોઈ ચિહ્નો નહોતા. આ પછી માર્ચ 2023માં વિપરીત હવામાન જોવા મળ્યું હતું. પ્રથમ અર્ધ સામાન્ય કરતાં વધુ ગરમ હતો અને બીજા ભાગમાં સમગ્ર ભારતમાં તીવ્ર હવામાન પ્રવૃત્તિ જોવા મળી હતી.
સપ્તાહનો પ્રથમ અર્ધ 15 દિવસ માટે 75% ના ઘટાડા સાથે ખૂબ શુષ્ક હતો. જો કે, મહિનાના બીજા ભાગમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં અસામાન્ય રીતે લાંબો વરસાદ, વાવાઝોડું, જોરદાર પવન અને કરા પડ્યા હતા. જેના કારણે પાકને માઠી અસર થઈ હતી. કમોસમી વરસાદની પાછળ સતત સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિરોધી ચક્રવાતી પરિભ્રમણ દ્વારા પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ હતું.
હવામાનમાં આ ફેરફાર અલ નીનોને કારણે પણ છે. અલ નીનો એ આબોહવાની ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે. જે વૈશ્વિક સ્તરે હવામાનની પેટર્નને અસર કરી શકે છે. આ સામાન્ય સમુદ્ર અને વાતાવરણીય પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. જેના પરિણામે વિશ્વના ઘણા ભાગોમાં અસામાન્ય હવામાન પેટર્ન બની શકે છે.