શોધખોળ કરો
Advertisement
IMDએ કયા 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી? બીજી શું કરી મોટી આગાહી? જાણો વિગત
હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ચંદીગઢ, પશ્વિમ યુપી, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, પુડ્ડુચેરી, બિહાર અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશના ઉત્તર અને પહાડી રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી-નાળા ઊભરાયા છે. રવિવારે મંડી જિલ્લામાં અંદાજે 4 મહિના પહેલા બનાવેયાલા રસ્તાઓ અને બ્રિજ ધરાશાઈ થયા છે.
આ સાથે જ શિમલામાં ભૂસ્ખલનમાં પાંચ લોકો દટાયા હતા જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ચંદીગઢ, પશ્વિમ યુપી, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, પુડ્ડુચેરી, બિહાર અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
પશ્વિમ-મધ્ય અને દક્ષિણ-પશ્વિમ અરબ સાગરથી 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં પણ હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion