શોધખોળ કરો
Advertisement
મુંબઇમાં ભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ, સ્કૂલો બંધ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર
મુંબઇમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના દેખાઇ રહી છે. આજે સમુદ્રમાં હા હાઇ ટાઇડ ઇ હાઇ ટાઇડ પણ આવવાનું છે. જેના કારણે મુસીબત વધી શકે છે
મુંબઇઃ મુંબઇમાં કાલે રાત્રે પડેલા ભારે વરસાદે શહેરમાં તબાહી મચાવી દીધી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઇમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધુ છે. મુંબઇ અને ઉપનગરોમાં 100 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે જે વધારે પડતો ગણી શકાય. ભારે વરસાદના કારણે શહેરમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે.
મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકલ સેવા ઠપ થઇ ગઇ છે, અને જનજીવન પર અસર પડી છે. અનેક વિસ્તારોમાં બે ફૂટથી વધુ પાણી ભરાયુ હોવાના સમાચાર છે.
રેલવે ટ્રેક પર પાણી ભરાવવાથી લોકસ સેવા ઠપ થઇ ગઇ છે. સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર ટ્રેનો 10 થી 15 મિનીટ મોડી પડી રહી છે. જોકે, વેસ્ટર્ન અને ટ્રાન્સ હાર્બર લાઇન પર હજુ લોકસ સેવા સામાન્ય છે.
મુંબઇમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના દેખાઇ રહી છે. આજે સમુદ્રમાં હા હાઇ ટાઇડ ઇ હાઇ ટાઇડ પણ આવવાનું છે. જેના કારણે મુસીબત વધી શકે છે.Mumbai: Sion area gets water-logged following rainfall in the city. #Maharashtra pic.twitter.com/Wp2QXLTpq0
— ANI (@ANI) September 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement