Weather Update: ગુજરાત સહિત 3 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
સોમવારે (22 જુલાઈ) ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં રવિવારે 4 થી 9 ઈંચ જેટલો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો.
![Weather Update: ગુજરાત સહિત 3 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી IMD issues red alert for several states Weather Update: ગુજરાત સહિત 3 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/adb194ed8c7d8a1de5a33d6e1c7659e11690130618271696_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સોમવારે (22 જુલાઈ) ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં રવિવારે 4 થી 9 ઈંચ જેટલો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો. જેના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. ઘણા શહેરોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. હિલ સ્ટેશન પચમઢી અને ધૂપગઢમાં ભૂસ્ખલન થયું હતું.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આજથી 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રવિવાર (21 જુલાઈ)ના રોજ વરસાદને કારણે રેલવે ટ્રેક ડૂબી ગયો હતો. આજે સવારથી સહારનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર 1 ફૂટ પાણી ભરાયા છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં હાઈ એલર્ટ
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ આજે હાઈ એલર્ટ પર છે. નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર, ગઢચિરોલી અને રાયગઢ જિલ્લાની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.
NDRFની ત્રણ ટીમો મુંબઈમાં અને એક ટીમ નાગપુરમાં તૈનાત કરવામાં આવી છે. NDRFને વસઈ (પાલઘર), થાણે, ઘાટકોપર, પવઈ (કુર્લા), મહાડ (રાયગઢ), ખેડ અને ચિપલુણ (રત્નાગિરી), કુડાલ (સિંધુદુર્ગ), કોલ્હાપુર, સાંગલી અને સાતારામાં તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી છે.
મુંબઈમાં ભારે વરસાદ
ભારતની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદને કારણે થંભી ગયું હતું. અહીં આજે સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સવારે માત્ર એક કલાકમાં 34 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ બંધ કરવામાં આવી હતી. ભારે વરસાદની ચેતવણીને કારણે વહીવટીતંત્રે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓ અને રાયગઢ જિલ્લાના ચાર તાલુકાઓમાં સોમવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.
અનેક વિસ્તારમાં ભરાયા પાણી
મુંબઈમાં કેટલાય દિવસોથી સતત વરસાદ ચાલુ છે. રવિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં 12 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે દાદર અને માટુંગા સ્ટેશનો વચ્ચે સેન્ટ્રલ રેલવે સેક્શન પર પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા, ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી હતી અને લોકલ ટ્રેનના ટ્રાફિકને અસર થઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)