શોધખોળ કરો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજની શું છે સ્થિતિ

India Covid-19 Update: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2022 નવા કેસ નોંધાયા અને 46 સંક્રમિતોના મોત થયા છે.

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2022 નવા કેસ નોંધાયા અને 46 સંક્રમિતોના મોત થયા છે.  રવિવારે 2,226 નવા કેસ અને 65 લોકના મોત થયા છે.   શનિવારે  2,323 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા હતા.   

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,832 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,459પર પહોંચ્યો છે. દેશમાં 4,25,99,102 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,38,45,615 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 8,81,668 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી

દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી.

રસીકરણ પર મૂક્યો ભાર

ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

કોરોના વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરો

કોરોનાના કેસોને રોકવા અને ટાળવા માટે બીજું શું કરવું જોઈએ તેના પર વાઈરોલોજિસ્ટે કહ્યું કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધતા જતા કેસ વચ્ચે શાળાઓ બંધ કરવી જોઈએ, ત્યારે ડો જ્હોને કહ્યું કે શાળાઓ બિલકુલ બંધ કરવી જોઈએ નહીં. શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ.

દેશમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ છે કે કેમ તેના પર વાઈરોલોજિસ્ટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં જ્યાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે ત્યાં કેસમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કેસમાં વધારો જરાય ટકી રહ્યો નથી. તેથી મને નથી લાગતું કે કોઈ નવા પ્રકાર સામેલ છે. જો કે, વેરિયન્ટ સ્ક્રીનીંગ ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને કોરોના વાયરસ આપણને ફરીથી આશ્ચર્યમાં ન નાખે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

ABP Premium

વિડિઓઝ

Rajkot Dog Attack : રાજકોટમાં 4 શ્વાને હુમલો કરતા યુવકનું મોત, જુઓ અહેવાલKutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાGir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયોSurat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે

'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન

Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

માત્ર 45 પૈસામાં મળશે 10 લાખનો ઇન્સ્યોરન્સ વીમો, જાણો ભારતના સૌથી સસ્તા વીમા પ્લાન વિશે

Embed widget