![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Corona Cases: જાન્યુઆરીના બે દિવસમાં જ 50 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હીની હાલત ચિંતાજનક છે.
![India Corona Cases: જાન્યુઆરીના બે દિવસમાં જ 50 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો India Corona Cases: over 50 thousand covid 19 cases registered in just days of January 2022 India Corona Cases: જાન્યુઆરીના બે દિવસમાં જ 50 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/01/6ed38ea5a83a1dc815add82506d14772_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે.
1 જાન્યુઆરીએ કેટલા કેસ નોંધાયા
1 જાન્યુઆરીએ 22,775 નવા કેસ નોંધાયા હતા અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 145,44,13,005 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 25,75,225 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 48 લાખ 89 હજાર 132
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 84 હજાર 561
- એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 801
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 770
ગુજરાતમાં શું છે સ્થિતિ
રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે.શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.
COVID19 | India reports 27,553 fresh infections, 284 deaths and 9,249 discharges in the last 24 hours; Active caseload stands at 1,22,801
— ANI (@ANI) January 2, 2022
Omicron case tally rises to 1,525 pic.twitter.com/KH605GBwDA
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)