શોધખોળ કરો
Advertisement

દેશમાં અત્યાર સુધી 9 કરોડ સેમ્પલ થયા ટેસ્ટ, છેલ્લા 24 કલાકમાં 63 હજાર નવા કેસ, 74 હજાર દર્દી થયા સ્વસ્થ
દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 72 લાખ 39 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 10 હજાર 586 દર્દીઓના મૃત્યુ થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 63, 509 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 74,632 દર્દીઓ સ્વસ્થ થયા હતા. 730 દર્દીઓના મોત થયા હતા. આ પહેલા આગલા દિવસે 55,342 નવા કેસ નોંધાયા હતા, આ સંખ્યા છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા હતા.
દેશમાં 72 લાખથી વધુ લોકો સંક્રમિત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 72 લાખ 39 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 10 હજાર 586 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે રિકવરી કેસની સંખ્યા 63 લાખ પર પહોંચી ગઈ છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 લાખ 26 હજાર પર આવી ગઈ છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવર થયેલા લોકોની સંખ્યા 6 ગણી વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધુ છે.
ICMR અનુસાર, 13 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 9 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11,45,015 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવી રેટ લગભગ 7 ટકા છે.
સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં
દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર બાદ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં બીજા નંબરે છે.
રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસ 12 ટકા છે. દેશમાં રિકવરી રેટ 87 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion